દરેક લોકો રામાયણ સાથે સંકળાયેલા ઇતિહાસ વિશે જાણવા ઉત્સુક હોય છે. એવું કહેવામાં આવે છે કે, શ્રીલંકામાં આજે પણ રામાયણથી સંબંધિત ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેના વિશે દરેક લોકો જાણવા માંગતા હોય છે. આ સ્થળ ભગવાન શ્રી રામ અને રાવણથી સંબંધિત અનેક સત્ય જણાવે છે.
એક સંશોધન મુજબ, પુરાતત્ત્વવિધોએ શ્રીલંકામાં આવી 50 થી વધુ રામાયણ કાળ સંબધિત સ્થળો શોધવાનો દાવો કર્યો છે. આ સંશોધન દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, રાવણનો મૃતદેહ આજે પણ શ્રીલંકાની આ ગુફામાં હાજર છે. આ ગુફા શ્રીલંકાના રૈગલાના ગાઢ જંગલોમાં આવેલી છે.
જોકે રાવણનું ક્યારે મોત થયું તેના કોઈ પુરાવા નથી, પરંતુ એમ કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી રામના હાથે તેનું મૃત્યુ 10 હજારથી વધુ વર્ષ પહેલા થયું હતું.
એવું કહેવામાં આવે છે કે, રૈગલાના જંગલોમાં 8,000 ફીટની ઉંચાઇ પર એક ગુફા આવેલી છે, જ્યાં રાવણનો મૃતદેહને મમી બનાવી એક શબપેટીમાં રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે, આ શબપેટી પર એક ખાસ પ્રકારનો લેપ લગાડવામાં આવ્યો છે, જેના કારણે મૃતદેહ હજારો વર્ષો સુધી જેવો હોય તેવો જ રહે.
શ્રીલંકાના આંતરરાષ્ટ્રીય રામાયણ સંશોધન કેન્દ્ર દ્વારા કરાયેલા સંશોધન મુજબ, રાવણના મૃતદેહને જે શબપેટી રાખવામાં આવ્યો છે તેની લંબાઈ 18 ફૂટ અને પહોળાઈ 5 ફૂટ છે. એવું કહેવામાં આવે છે કે, આ શબપેટીની નીચે રાવણનો કિંમતી ખજાનો દાટવામાં આવ્યો છે, જેની રક્ષા એક ભંયકર સાપ અને કેટલાય વિકરાળ પ્રાણીઓ કરે છે.
માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે તેમનો મૃતદેહ વિભીષણને સોંપ્યો હતો. પરંતુ વિભીષણએ રાવણના મૃતદેહને અગ્નિ સંસ્કાર કર્યો ન હતો.
એવું કહેવામાં આવે છે કે, તે પછી રાવણના મૃતદેહને નાગકુળના લોકો તેની સાથે લઈ ગયા, કારણ કે તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે રાવણનું મૃત્યુ ક્ષણિક છે, તે ફરીથી જીવંત થઈ જશે. પરંતુ આવું બન્યું નહીં. ત્યારબાદ નાગકુળના લોકોએ રાવણના મૃતદેહને મમી બનાવી દીધો, જેથી તે વર્ષો સુધી સુરક્ષિત રહે.
સંશોધન દ્વારા એ પણ બહાર આવ્યું છે કે, રાવણની અશોક વાટિકા ક્યાં હતી અને તેનું પુષ્પક વિમાન ક્યાં ઉતરતું હતું. આ સિવાય સંશોધન દ્વારા ભગવાન હનુમાનના પગલાના નિશાન શોધવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.