Homeઅજબ-ગજબભારતની આ ગુફામાં છુપાયેલું છે વિશ્વના અંતનું રહસ્ય, અને અહીં રાખવામાં આવ્યું...

ભારતની આ ગુફામાં છુપાયેલું છે વિશ્વના અંતનું રહસ્ય, અને અહીં રાખવામાં આવ્યું છે ગણેશજીનું મસ્તક…

હિન્દૂ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવમાં આવે છે. આપણું વિશ્વ ખૂબ જ મોટું છે, અને વિશ્વમાં ઘણા બધા વિચિત્ર રહસ્યો છે. કેટલાક રહસ્યો ઉકેલાઈ ગયા છે, પરંતુ કેટલાક રહસ્યો હજી પણ ઉકેલાયા નથી. તેમને હલ કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આજદિન સુધી કોઈ તેને જાણી શક્યું નથી.

ઋષિ-મુનિઓ અને અવતારોની ભૂમિ ‘ભારત’ એક રહસ્યમય દેશ છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે હજી પણ એક રહસ્યમય જગ્યા છે. દુનિયામાં એવી ઘણી ગુફાઓ છે, જે આશ્ચર્યજનક રહસ્યો અને પોતાની અનોખી ખાસિયતો માટે પ્રખ્યાત છે. તમે પણ આવી ઘણી રહસ્યમય ગુફાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને આવી જ એક ગુફા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં ભગવાન શિવે ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું હતું.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં સ્થિત ‘પાતાળ ભુવનેશ્વર ગુફા’ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ ગુફા વિશાળ પહાડીની લગભગ 90 ફુટ અંદર આવેલી છે. આ ગુફા ઉત્તરાખંડના કુમાઉં વિભાગના પ્રખ્યાત શહેર અલ્મોડાથી શેરઘાટ  થઈને 160 કિમી દૂર સ્થિત પર્વતનાં મેદાનોની વચ્ચે વસેલા સરહદી શહેર ગંગોલીહાટમાં સ્થિત છે. પાતાળ ભુવનેશ્વર ગુફા આશ્ચર્યજનક ગુફા છે. એવું કહેવામાં આવે છે કે આ ગુફામાં હાજર પથ્થરથી જાણી શકાય છે કે વિશ્વનો અંત ક્યારે થશે. આ ગુફાની શોધ અયોધ્યાના રાજા ઋતુપર્ણ દ્વારા કરવામાં આવી હતી, જે ભગવાન શિવના મહાન ભક્ત હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગુફાની અંદર ભગવાન ગણેશનું તૂટેલું મસ્તક રાખવામાં આવ્યું છે અને વિશ્વના અંતનું રહસ્ય પણ છુપાયેલું છે. આ ગુફાની અંદર જવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જ્યારે તમે આ ગુફાની અંદર જાઓ છો ત્યારે બીજી ઘણી ગુફાઓ મળે છે. આ ગુફાની અંદર ખૂબ જ અંધારું છે પણ હવે લાઈટ ગોઠવી દેવામાં આવી છે.

આ ગુફાની અંદર 180 પગથિયા પાર કર્યા પછી એક અલગ જ નજારો જોવા મળે છે. ગુફાની અંદર જતાની સાથે જ એક ઓરડો છે જેમાં લગભગ 33 હજાર દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, અહીં વહેતું પાણી પણ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, આ ગુફામાં સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

આ ગુફામાં બનાવેલા 4 દરવાજાને પાપ દ્વાર, રણ દ્વાર, ધર્મ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફાનો પાપ દ્વાર રાવણના મૃત્યુ પછી અને રણ દ્વારા મહાભારતના અંત પછી બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે ધર્મ દ્વાર આજે પણ ખુલ્લો છે.

ગુફાની અંદર જવાનો રસ્તો એટલો સાંકડો છે કે, કેટલીકવાર લોકોને ત્યાંથી જવું મુશ્કેલ થઈ જાય છે. અંદર જતા જ તેની દિવાલો પર હંસની આકૃતિ પણ જોવા મળે છે. લોકો માને છે કે, આ  બ્રહ્માજીનો હંસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments