આ હસીનાઓએ 35 વર્ષ પછી પણ નથી વસાવ્યું પોતાનું ઘર, કોઇતો બન્યું છે લગ્ન વિનાની માં..

રસપ્રદ વાતો

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જેટલો વહેલો સંબંધ બને છે તેટલો જ જલ્દીથી તે તૂટી જાય છે. તો આવી ઘણી અભિનેત્રીઓ છે, જેમના નામ મોટા અભિનેતાઓ સાથે જોડાયા છે પરંતુ આ સંબંધ લાંબો સમય સુધી ટકી શક્યા ન હતા અને જલ્દીથી આ સંબંધ તૂટી ગયા. આ પછી આજ સુધી, આ હસીનાઓએ 35 વર્ષની વય પછી પણ લગ્ન કર્યા નથી અને એકલા જ રહે છે. ચાલો જાણીએ, આ લિસ્ટમાં કોણ કોણ શામિલ છે…

તબ્બુ
બોલિવૂડની સૌથી દમદાર અભિનેત્રીઓની લિસ્ટમાં તબ્બુ શામેલ છે સ્ક્રીન પર દરેક પાત્રને એ સારી રીતે નિભાવે છે. તે માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ પણ કોઈ કરતાં ઓછી નથી. 47 વર્ષિય તબ્બુ હજી પણ એકલી જ છે એટલે કે તેણે હજી પણ લગ્ન કર્યા નથી.

જોકે તબ્બુનું નામ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અજય દેવગન સાથે જોડાયું હતું, પરંતુ તે જ સમયે અજય દેવગને તેનું દિલ કાજોલને આપી દીધું હતું અને તેથી જ તબ્બુ આજ સુધી એકલા જ છે.

શિલ્પા સિંદે
ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હે અને બિગ બોસ સીઝન 11 થી લોકોમાં ખ્યાતિ મેળવનારી અભિનેત્રી શિલ્પા શિંદેને હવે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની જુદી જુદી રીતથી લોકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. પરંતુ, શિલ્પા સિંદે હવે 40 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેણે હજી લગ્ન કર્યા નથી. તે પોતાની સિંગલ લાઇફથી ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે હવે ટીવી સિરિયલો છોડ્યા બાદ શિલ્પા શિંદે વેબ સિરીઝ તરફ વળી છે. તાજેતરમાં તે પુરૂષપુરામાં જોવા મળી હતી. જેમાં તેમણે તેમના તેજસ્વી અભિનય અને બોલ્ડ અંદાજથી ખુબ પ્રંશસા મળી હતી.

નરગીસ ફાખરી
રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટારથી લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી નરગીસ ફાખરી પણ આ યાદીમાં શામેલ છે. ઇન્ડસ્ટ્રીમાં તેણે બોલ્ડ એક્ટ્રેસની ઓળખ બનાવી છે. નરગિસ હવે 38 વર્ષની છે અને હજી પણ તે એકલી જ છે. એક સમય હતો જ્યારે નરગિસ ઉદય ચોપરા સાથે જોડાયેલી હતી. જો કે, હવે બંને હવે અલગ થઈ ગયા છે.

અમીષા પટેલ
અભિનેતા રિતિક રોશન સાથે બોલિવૂડની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી અમિષા પટેલ રાતોરાત બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રી બની ગઈ હતી. જો કે, આ પછી અમિષા પટેલ એટલી સફળતા મેળવી શકી ન હતી. જો કે, અમિષા હવે 42 વર્ષની થઈ ગઈ છે પરંતુ તે લગ્નથી દૂર છે. તે જ રીતે, અમિષા હવે ફિલ્મોથી પણ દૂર છે, પરંતુ તેના ચાહકો હજી હાજર છે.

મૌની રોય
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં આવનારી અભિનેત્રી મૌની રોય અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. મૌની હવે 35 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેણીના હજી લગ્ન થયા નથી. તેઓ માને છે કે લગ્ન જેવી પ્રથાને પ્રોત્સાહન આપવું જરૂરી નથી.

સુષ્મિતા સેન
પહેલાની મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને દસ્તક ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુષ્મિતાએ બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેની કારકીર્દિ શાનદાર છે પરંતુ તે હજુ સુધી લગ્ન કરી શકી નથી. આજકાલ, સુષ્મિતા પોતાનાથી 15 વર્ષ નાના રોહમન શાલ સાથે રિલેશનશિપમાં છે.

સાક્ષી તન્વર
ટીવી સિરિયલો ખૂબ સરસ લાગે છે, ફિલ્મ દંગલ માં પોતાનો અભિનય બતાવનાર કહાની ઘર ઘર કી અને સાક્ષી તન્વર હવે 45 વર્ષની છે પરંતુ તે હજી એકલી છે. સાક્ષી કહે છે કે જીવન જીવવા માટે લગ્ન કરવું જરૂરી નથી.

મલ્લિકા શેરાવત
બોલીવુડમાં પોતાની બોલ્ડ શૈલીથી એક અલગ ઓળખ બનાવનાર મલ્લિકા શેરાવત 44 વર્ષની થઈ ગઈ છે, છતાં તેણે હજી લગ્ન કર્યા નથી. મલ્લિકાના ચાહકો હજી હાજર છે અને તેણીનો જાદુ લોકો પર ખુબ વધારે છે

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *