આવક અને બચત બંને જુદી જુદી ચીજો છે. કારણ કે એવા ઘણા લોકો છે જે ઘણી બધી કમાણી કરે છે, પરંતુ તેઓ પૈસા બચાવી શકતા નથી. ઘણા લોકો ઓછી કમાણી કરે છે, તેમ છતાં તેમની પાસે વધારે પૈસાની બચત હોય છે. જો તમે આવા નસીબદાર લોકોમાંના છો તો ખુબ સારી બાબત છે પરંતુ જો તમે આવકની બચત કરી શકતા નથી તો તમારે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ નિયમોનું પાલન કરવું જોઇએ. કારણ કે ઘણી વખત વાસ્તુ દોષોને લીધે ઘરમાં પૈસાની બચત થઈ શક્તિ નથી.
1. ઘરની સાફ-સફાઈની અસર આપણા આર્થિક જીવન પર પડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં કચરાપેટી કે કચરો રાખવો જોઈએ નહીં. આ ખૂણામાં ગંદકી રાખવાથી ઘરમાં રહેલી સંપત્તિનો નાશ થાય છે.
2. વાસ્તુ શાસ્ત્ર મુજબ નળમાંથી પાણી ટપકવું જોઈએ નહીં. કારણ કે તેને આર્થિક નુકસાનનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. નળમાંથી પાણીનું ટપકવું એ ધીરે ધીરે પૈસા ખર્ચવાનો સંકેત છે. નળમાંથી પાણી ટપકવાથી આપણા ઘરમાં ધન રહેતું નથી.
3. ઘરનું રસોડું અગ્નિ ખૂણા (દક્ષિણ-પૂર્વ) માં હોવું જોઈએ. પશ્ચિમ દિશામાં રસોડું હોય તો પૈસાની આવક સારી થાય છે, પરંતુ તે પૈસાની બચત થઈ શક્તિ નથી, એટલે કે પૈસા આવતાની સાથે જ મોટા ખર્ચાઓ આવે છે.
4. ઘરની ઉત્તર-પૂર્વ દિશા સપાટ હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો મકાનનો ઢાળ ઉત્તર-પૂર્વ દિશામાં વધુ ઉંચો હોય તો, આવકમાં વધારો થતો નથી. અને આવક કરતા ખર્ચ વધારે થાય છે.
5. વાસ્તુ શાસ્ત્ર મુજબ, બેડરૂમના બારણાની સામેની દિવાલના ડાબા ખૂણામાં ધાતુની કોઈ વસ્તુઓ મુકવી જોઈએ. જો આ દિશામાં દિવાલમાં તિરાડ હોય, તો તેનું સમારકામ કરાવવું જોઈએ.
6. ઘરના ઉત્તર-પશ્ચિમ ભાગનો ઢાળ ઉંચો હોવો જોઈએ. કારણ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ, જે ઘરનો ઢાળ ઉત્તર-પશ્ચિમ દિશામાં નીચો હોય છે, તે ઘરમાં આવક કરતા ખર્ચ વધુ થાય છે.
7. ઘરમાં રાખવામાં આવેલી તિજોરીની અસર આપણા આર્થિક જીવન પર પડે છે. તિજોરી એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર દિશા તરફ આવે. જો તિજોરી પૂર્વ દિશા તરફ હોય તો પણ સંપત્તિમાં વધારો થાય છે, પરંતુ ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
8. ઘરમાં તૂટેલી ચીજો ન રાખવી જોઈએ. ખાસ કરીને તૂટેલા બેડ અને પલંગને ઘરમાં ન રાખવો જોઈએ, આનાથી આર્થિક લાભ ઓછો થાય છે અને ખર્ચમાં વધારો થાય છે.
9. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરની અગાશી પર અથવા સીડી પર કચરો રાખવાથી પણ પૈસાની અછત થાય છે. તેથી, અગાશી કે સીડી પર કોઈ પણ પ્રકારનો કચરો રાખવો જોઈએ નહીં.
10. ઘરમાં તૂટેલો કાચ હોય તો પણ જીવનમાં પ્રગતિ નથી થતી. વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલા કાચને રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.