પર્યાવરણ સંરક્ષણની માત્ર વાતો કરીને તરફેણ કરવા વાળા દેશભરના લોકો પોતાના ઘરની સામે રહેલા મોટા વૃક્ષને પાર્કિગની જગ્યા કરવા માટે આરામથી કપાવી નાંખે છે. સરકાર પણ ખનીજ માટે, હાઈવે માટે અને વિકાસના નામ ઉપર જંગલોના જંગલ આરામથી સાફ કરી નાંખે છે.
પર્યાવરણ પ્રેમી હકીકતમાં કોણ હોય છે એ આપણને બધાયને તામિલનાડુ ના આ ખેડુત પાસેથી શીખવું જોઈએ. મળતી માહિતી અનુસાર અનિવાશી, તામિલનાડુ (Avinashi, Tamil Nadu) ના પુદુપાલાયમ (Pudupalayam) ના એક ખેડુતે પોતાના પહેલા બેજુબાન જાનવરો માટે વિચાર કર્યો અને કંઈક એવુ કર્યું કે જેમાંથી સામાન્ય માણસ તો શુ પણ સરકારે પણ તેની પાસેથી શીખવું જોઈએ.
70 વર્ષના ખેડુત આર.ગુરુસામી એ છેલ્લા 20 વર્ષથી પોતાની 45 એકર જમીન (અંદાજીત 80 વિધા) પર ખેતી નથી કરી કારણ કે હરણ તેમાં આરામથી રહી શકે. ગેરસરકારી આંકડાઓનું માનીએ તો આ કારણે આ જગ્યાએ હરણોની જનસંખ્યા 400 થી વધીને 1200 થઈ ગઈ છે.
આર.ગુરુસામી એ જણાવ્યું હતું કે “હુ એક ખેડુત અને પ્રકૃતિ પ્રેમી છુ અને મને હમેશાથી જાનવરો પ્રત્યે પ્રેમ રહ્યો છે. મને કૌશિકા નદીના કિનારે આવેલી આ જમીન બાપ-દાદના વારસામાં મળી છે. 1996 માં ખેતી કરતો હતો એ સમયે મને નદી કિનારે Spotted Deer ની એક જોડી જોવા મળી, આ પછી હરણની એ જોડી મારી ગાય અને બકરીઓ સાથે ચરવા લાગ્યા.”
આર.ગુરુસામી એ જણાવ્યું કે ગાય, બકરી અને હરણ બધા એક સાથે ચરી રહ્યા હતા, મારા માટે એક દુર્લભ નજારો હતો. હરણ માત્ર ઘાસનો ચારો જ ખાય છે. ધીમે ધીમે ગુરુસામીની જમીન જ હરણાઓનું ઘર બની ગયું હતું. જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની થોડી સમસ્યા થતી હતી, ત્યારે ગુરુસામી એ હરણો માટે ખાડા ખોદાવ્યા અને તેમા પાણી ભરતા હતા. અને આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના માંસાહારી પ્રાણીઓ વસવાટ નથી એટલે હરણોની સંખ્યા વધવા લાગી.
“આ કાર્ય માટે ગુરુસામીને તેના મિત્ર સી.બાલાસુંદરમ અને એક બીજા ખેડુતનો સાથ મળ્યો. તેમનો નારીયેળનો બગીચો હતો, તેમા હરણો આવે છે અને તેનો તેમને કોઈ વાંધો નથી.
હરણોની વધતી સંખ્યાથી ચોરો પણ આ વિસ્તારમાં વધવા લાગ્યા, ગુરુસામી અને ગામના અન્ય લોકોએ 2008 અને 2010 માં આ વિસ્તારમાં ચોરોને પકડ્યા અને પોલીસને સોંપી દીધા હતા. Nature Society of Tiruppur ના પ્રમુખ આર.રવીંદ્ર એ જણાવ્યું કે આ વિસ્તારમાં 800 Spotted Deers હોઈ શકે છે અને તેનો તમામ શ્રેય તેમણે ગુરુસામી અને ગામના અન્ય લોકોને આપ્યો હતો.
ગુરુસામીના નિશ્ચલ પ્રેમ અને નિસ્વાર્થ સેવાના કારણે જ આ વિસ્તારમાં જાનવર બેફિકર થઈને રહી શકે છે, ફરી શકે છે. ગુરુસામી જેવા લોકોના કારણે જ પ્રકૃતિ અને પશુ સંરક્ષણ સંભવ છે.