Homeઅજબ-ગજબરહસ્યોથી ભરેલી એક એવી ખીણ, જેની મુલાકાત લેનાર વ્યક્તિઓ ક્યારેય નથી આવતા...

રહસ્યોથી ભરેલી એક એવી ખીણ, જેની મુલાકાત લેનાર વ્યક્તિઓ ક્યારેય નથી આવતા પાછા…

વિશ્વભરમાં એવા ઘણાં સ્થળો છે, જે આશ્ચર્યજનક રહસ્યો ધરાવે છે. કેટલીક જગ્યાઓ તો એવી છે, જેના વિશે કોઈપણ વ્યક્તિને કંઈપણ ખબર જ નથી. આજે અમે તમને એવી જ એક રહસ્યમય ખીણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આજ સુધી કોઈ શોધી શક્યું નથી. જો કે, એવું માનવામાં આવે છે કે, આ ખીણ અરુણાચલ પ્રદેશ અને તિબેટની વચ્ચે આવેલી છે.

આ ખીણને ‘શાંગ્રી-લા વેલી’ ના નામે ઓળખવામાં આવે છે. શાંગ્રી-લા ખીણને વાયુમંડળના ચોથા પરિમાણોમાંથી એટલે કે સમયથી અસરગ્રસ્ત સ્થળોમાંની એક માનવામાં આવે છે. આવા સ્થળોએ લોકો જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી જીવિત રહી શકે છે.

શંગ્રી-લા ખીણનો ઉલ્લેખ અરૂણ શર્માએ તેમના પુસ્તક ‘ધ મિસ્ટ્રીઅસ વેલી ઓફ તિબેટ’માં કર્યો છે. અરુણ શર્મા કહે છે કે, યુત્સુંગ નામના લામાએ તેમને કહ્યું હતું કે, શાંગ્રી-લા ખીણમાં કાળનો પ્રભાવ નજીવો છે અને અહીં મન, આત્મા અને વિચારની શક્તિ એક ખાસ હદ સુધી વધી જાય છે. તેણે કહ્યું કે, જો કોઈ મનુષ્ય અહીં અજાણતાં પણ જાય છે, તો તે ક્યારેય આ દુનિયામાં પાછા આવતા નથી.

જો કે, યુત્સુંગ પોતે આ રહસ્યમય ખીણમાં ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, ત્યાં ન તો સૂર્યપ્રકાશ હતો કે ન તો ચંદ્ર. ચારે બાજુ એક રહસ્યમય પ્રકાશ ફેલાયો હતો. આ ખીણનો ઉલ્લેખ તિબેટીયન ભાષાના પુસ્તક ‘કાલ વિજ્ઞાન’ માં પણ જોવા મળે છે. આ પુસ્તક હજી પણ તિબેટના તવાંગ મઠના પુસ્તકાલયમાં રાખવામાં આવ્યું છે.

વિશ્વના ઘણા લોકોએ ‘શાંગ્રી-લા વેલી’ને શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ સફળ થયું નથી. એવું કહેવામાં આવે છે કે, આ ખીણમાં ઘણા લોકો ગાયબ થઈ ગયા છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચીની સેનાએ આ ખીણને શોધવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ આ ખીણ શોધી શક્યા ન હતા.

શાંગ્રી-લા ખીણને પૃથ્વીનું આધ્યાત્મિક નિયંત્રણ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. આ સિવાય તેને ‘સિદ્ધાશ્રમ’ પણ કહેવામાં આવે છે, જેનો ઉલ્લેખ મહાભારત, વાલ્મીકિ રામાયણ અને વેદોમાં પણ કરવામાં આવ્યો છે. જેમ્સ હિલ્ટન નામના લેખકે પણ તેમના પુસ્તક ‘લૉસ્ટ હૉરીઝન’ માં આ રહસ્યમય સ્થળ વિશે લખ્યું છે. જો કે, તેમના મતે, આ ખીણ એક કાલ્પનિક સ્થળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments