આપણા દેશમાં આવા ઘણા કિલ્લાઓ છે, જે તેમના ખાસ કારણોથી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. એક આવો જ કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં પણ છે, જેને ‘લોહ્ગઢ નો કિલ્લો’ કહેવામાં આવે છે. લોહગઢનો કિલ્લો ભારતનો એકમાત્ર કિલ્લો હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેને ક્યારેય કોઈ જીતી શક્યો નથી. એટલું જ નહીં, અંગ્રેજોએ પણ આ કિલ્લાથી હાર માની લીધી હતી.
લોહગઢ કિલ્લાનું નિર્માણ આશરે 285 વર્ષ પહેલા,19 ફેબ્રુઆરી, 1733 ના રોજ જાટ શાસક માહરાજા સુરજમલ દ્રારા બનાવવામાં આવ્યો હતો. તે સમયે તોપ અને ગનપાઉડર વધુ પ્રચલિત હતો, તેથી આ કિલ્લાને બનાવવા માટે એક વિશેષ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આ કિલ્લાના નિર્માણ સમયે, એક પહોળી અને મજબૂત પથ્થરની ઉંચી દિવાલ બનાવવામાં આવી હતી. તેના પર તોપના ગોળાની કોઈ અસર ન થાય તે માટે, આ દિવાલોની ચારે બાજુ ઘણા ફુટ પહોળી કાચી માટીની દિવાલો બનાવવામાં આવી હતી અને નીચે ઊંડો અને પોહળો ખાડો બનાવીને તેમાં પાણી ભરવામાં આવ્યું હતું. જેથી દીવાલ પર કોઈ ચડી ન શકે.
લોહગઢ કિલ્લા પર હુમલો કરવો કોઈના માટે સરળ ન હતું. કારણ કે તોપ માંથી નીકળેલી ગોળીઓ ગારાની દીવાલમાં ફસાઈ જતી હતી અને તેની આગ શાંત થઇ જતી હતી. એટલા માટે આ કિલ્લાને કોઈ નુકસાન પોચડી શકતું ન હતું. તેનું કારણ પણ એજ છે કે દુશ્મનો આ કિલ્લાની અંદર ક્યારેય પ્રવેશ કરી શકતા નથી.
કહેવામાં આવે છે કે આ કિલ્લાને કબજે કરવા માટે અંગ્રેજોએ 13 વાર હુમલો કર્યો હતો. બ્રિટિશ સૈન્યએ અહીં ઘણા બધા તોપના ગોળા છોડયા હતા, પરંતુ તે તોપના ગોળાની આ કિલ્લા પર કોઈ અસર થતી ન હતી. તે 13 માંથી એક વાર પણ તોપનો ગોળો કિલ્લાની અદર ન આવ્યો. કહેવામાં આવે છે કે બ્રિટીશની સેના વારંવાર હારી જવાથી નિરાશ થઈ હતી.
જેમ્સ ટાડના જણાવ્યા મુજબ, આ કિલ્લાની સૌથી મોટી વિશેષતા તેની દિવાલો જ હતી, જે માટીથી બનાવવામાં આવી છે. આ કિલ્લાએ હંમેશાં દુશ્મનનાની હાર કરી છે.