જો તમને એમ કહેવામાં આવે કે, તમારે નોકરીમાં ફક્ત બિસ્કીટ જ ખાવાના છે અને તેના બદલામાં તમને 40 લાખ રૂપિયા મળશે, તો? સ્વાભાવિક છે કે, તમે આ વાતને ખોટી જ સમજશો. પરંતુ આ વાત સાચી છે. તમે આ કંપનીમાં મોજ મસ્તી અને આરામથી બિસ્કિટ ખાઈને 40 લાખ રૂપિયા કમાઈ શકો છો. તો જાણો તે કઈ કંપની છે. અને આ જોબથી સંબંધિત દરેક વિગતો અને આ નોકરી માટે કેવી રીતે અરજી કરવી…
સ્કોટલેન્ડની એક કંપનીએ બિસ્કિટ ખાઈને પૈસા કમાવવા માટે આ ઓફર કરી છે. બોર્ડર બિસ્કિટ કંપની બિસ્કિટનો સૌથી શ્રેષ્ઠ સ્વાદ પારખવા માટે લોકોને બિસ્કિટ ખાવાની નોકરીની તક આપી રહી છે.
કંપનીએ આ પોસ્ટ માટે વેકેંસી બહાર પાડી છે. આ માટે પસંદ કરેલી વ્યક્તિને વાર્ષિક 40 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. તેની સાથે વ્યક્તિને રહેવાનું અને ભોજન પણ મફત આપવામાં આવશે.
આ કંપનીમાં માત્ર બિસ્કિટ ખાવાથી 40 લાખ રૂપિયા જ નહીં, પણ એક વર્ષમાં 35 રજાઓ પણ આપવામાં આવશે. આ રજાઓ શનિવાર અને રવિવાર સિવાય આપવામાં આવશે.
આ બધી તો નોકરી સંબંધિત સુવિધાઓ હતી, હવે જાણો તમારે શું કરવાનું છે તેના વિષે? આ નોકરીમાં, તમારે બિસ્કિટનો સૌથી શ્રેષ્ઠ સ્વાદ પારખવાનો છે. તેનો અર્થ એ કે, તમારે અનેક બિસ્કિટોમાંથી શ્રેષ્ઠ સ્વાદવાળા બિસ્કિટને અલગ કાઢવાના છે.
બિસ્કિટમાં કઈ ચીજો નાખવામાં આવી છે તે જણાવનાર વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત તેને એ પણ પૂછવામાં આવશે કે બિસ્કિટનો સ્વાદ વધારવા માટે તેમાં બીજી કઇ ચીજ ઉમેરવાની જરૂર છે.
જો વ્યક્તિ બિસ્કિટનું વેચાણ વધારવાનો આઈડિયા આપે તો પણ તેને નોકરીમાં રાખવામાં આવશે. આઈડિયા જેટલો રસપ્રદ હશે, વ્યક્તિને તેટલી વધારે સેલીરી આપવામાં આવશે.
હવે નોકરી માટે અરજી કરવા માટે જે પણ કોઈ વ્યક્તિ આ નોકરી માટે પોતાને યોગ્ય માને છે તે આ કંપનીની વેબસાઇટ પરથી આ નોકરી માટે અરજી કરી શકે છે.
આ ઉપરાંત, જો તમે ઇચ્છો તો, તમે આ કંપનીની લિંક્ડિન પ્રોફાઇલમાંથી પણ નોકરી માટે અરજી કરી શકો છો. કંપની થોડા થોડા દિવસે વેકેંસી બહાર પાડે છે. તમે તેનું પાલન કરી અને જોબ માટે અપડેટ્સ મેળવી શકો છો.