રાત્રે એકબીજા સાથે વાતચીત કરે છે અહીં 10 દેવીઓ, હકીકત જાણીને વિશ્વાસ નહીં થાય, રહસ્યોથી ભરેલું છે આ મંદિર…

348

વિશ્વમાં ચમત્કારો અને રહસ્યોની કોઈ કમી નથી. સદીઓ પહેલા એવા ઘણા ચમત્કારો થયા છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક કિસ્સો બિહારનો છે. ખરેખર, બિહારમાં “માતા રાજેશ્વરી”નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીંના પરિરસમાં કેટલીક દેવીઓ બિરાજમાન છે, જેમાં બગલામુખી માતા, તારા માતા, કાળી માતા, કમલા, ઉગ્ર તારા માતા, છિન્નમાતા, ધુમાવતી, ષોડશી સહિત દસ મહાદેવીઓ નિવાસ કરે છે. 

આ મંદિર વિશે કહેવામાં આવે છે કે, અહીં દેવીઓ રાત્રે એક બીજા સાથે વાતચિત કરે છે. ઘણી વાર તો વાતો કરતી વખતે દેવીઓ એકબીજા સાથે ખડખડાટ સાથે હસે પણ પડે છે. ભલે લોકોને વિશ્વાસ હોય કે નહીં પરંતુ, આ સાચું જ છે. રાત્રે મંદિર નજીકથી જે લોકો પસાર થાય છે તેને આ અવાજો સંભળાય છે.

આ ઉપરાંત અહીં ગણેશ, ભૈરવ અને શિવનું મંદિર પણ છે. અહીંની ખૂબીઓ જાણ્યા પછી કોઈ વ્યક્તિ અહીં રાત્રિ રોકાવાની હિંમત કરી શકતું નથી. એક વ્યક્તિ આ રહસ્ય જાણવા મંદિરની અંદર ગયો, તો તેને કોઈ પણ પડછાયો દેખાયો નહીં. જ્યારે તે મંદિરની બહાર આવ્યો તો મંદિરમાંથી અવાજ આવવાનું ચાલુ થઈ ગયું. જો કે, આ અવાજો ક્યારેય કોઈને નુકસાન પહોંચાતા નથી. આ અવાજો બિલકુલ એવા જ છે જેમ કે, મનુષ્ય એકબીજા સાથે વાત કરે છે.

અહીંના લોકો માટે આ વાત સામાન્ય બની ગઈ છે, અને તેઓ તેને એક અનન્ય ચમત્કાર અને તેમના શહેર પર માતાની અનંત કૃપા માને છે. મંદિર વિશે, તે પ્રસિદ્ધ છે કે, જે પણ વ્યક્તિ પૂર્ણ હૃદય અને સાચી ભક્તિથી માતાજી પર વિશ્વાસ રાખે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Previous articleશા માટે ધનતેરશના દિવસે સૂકા ધાણા ખરીદવામાં આવે છે, જાણો તેના ધાર્મિક મહત્વ વિષે…
Next articleરહસ્યોથી ભરેલી એક એવી ખીણ, જેની મુલાકાત લેનાર વ્યક્તિઓ ક્યારેય નથી આવતા પાછા…