હિન્દુ પુરાણો અનુસાર અશ્વત્થામાને આજીવન અજેય અને અમર રહેવાનું વરદાન મળેલ છે. એવું માનવામાં આવે છે કે, તે આજે પણ જીવંત છે, અને તે કાનપુરના પ્રખ્યાત શિવ મંદિરમાં દરરોજ ભગવાન ભોલેનાથની પૂજા કરવા આવે છે. તે રાતના અંધારામાં ગુપ્ત રીતે અહીં આવે છે અને શિવલિંગ પર ફૂલો અને માળા વગેરે ચઢાવે છે. આ દ્રશ્ય કોઈએ ખુલ્લી આંખે ક્યારેય નથી જોયું, પરંતુ સવારે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળે છે.
મંદિરના પૂજારીઓને શિવલિંગની પાસે પૂજાની વસ્તુઓ વેરવિખેર સ્થિમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, અહીં માત્ર શિવના દર્શનથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરનું નામ “ખેરેશ્વર ધામ મંદિર” છે.
પૌરાણિક શાસ્ત્રો અનુસાર મંદિરમાં સ્થાપિત શિવલિંગ 200 વર્ષ જૂની છે અને તે ખોદકામ દરમિયાન જમીનની અંદરથી મળી આવી હતી. મંદિરના પૂજારીના કહેવા અનુસાર, અશ્વત્થામાને ભોળાનાથની પૂજા કરતા જોવો એ કોઈ સામાન્ય વાત નથી. આ અદભુત દ્રશ્ય જોવાની ક્ષમતા વ્યક્તિમાં નથી હોતી.
આ દ્રશ્ય જોનારની આંખોની દ્રષ્ટિ જતી રહે છે. એવું કહેવામાં આવે છે કે, અશ્વત્થામા રાતે અંધારામાં ગુપ્ત રીતે અહીં આવે છે અને ભગવાન શંકરની પૂજા કરે છે. તે શિવને ફૂલો અને માળા અર્પણ કરે છે અને મંત્રોનો જાપ કરે છે. જ્યારે સવારે મંદિરનો દરવાજો ખોલવામાં આવે છે, ત્યારે વસ્તુઓ વેરવિખેર થયેલી જોવા મળે છે.
ઉત્તરપ્રદેશના કાનપુરના ‘શિવરાજપુર’માં સ્થિત શિવજીના આ મંદિરમાં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મંદિરમાં રાતના અંધારામાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બને છે. અચાનક ઘંટનો અવાજ આવે છે. ધૂપ-દીપની સુગંધ આવવા લાગે છે.
જ્યારે પુજારી સવારે મંદિરનો દરવાજો ખોલે છે, ત્યારે મુખ્ય શિવલિંગનો અભિષેક આપમેળે થઈ ગયેલો હોય છે. શિવલિંગ પર તાજા ફૂલો ચઢાવેલા હોય છે. એવું કહેવામાં આવે છે કે, દ્વાપર યુગમાં અહીં દ્રોણાચાર્યની ઝૂંપડી હતી. અશ્વત્થામાનો જન્મ પણ અહીં જ થયો હતો. એટલા માટે તે અહીં ભગવાન શિવની પૂજા કરવા આવે છે.