અજીબોગરીબ છે આ મંદિરનું રહસ્ય, આ મંદિરમાં ભક્તો આખે પાટા બાંધીને જ કરી શકે છે દર્શન…

258

આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે, જ્યાં તમે સ્ત્રી પુરુષને મંદિરની અંદર પ્રવેશવાને લઇને ભેદભાવ કરવામાં આવતા જોયા હશે, આપણને મંદિરના પૂજારી કહે છે કે, આ મંદિરમાં વર્ષોથી આવી જ પરંપરા ચાલતી આવી રહી છે, પણ શું તમે જાણો છો? કે ભારત દેશમાં એવું પણ એક મંદિર છે. જ્યાં સ્ત્રી હોય કે પુરૂષ કોઈ પણ શ્રદ્ધાળુઓને મંદિરની અંદર પ્રવેશવાની પરવાનગી નથી આપવામાં આવતી.

ઉત્તરાખંડ આધ્યાત્મિકતાનું રાજ્ય છે. અહી ઘણા મોટા-મોટા સત્પુરુષોનો જન્મ થયેલ છે. આમ તો અહી ઘણા બધા મંદિરો આવેલ છે, પણ “નાગરાજ મંદિર” સૌથી અનોખું મંદિર છે. આ મંદિરમાં પૂજારીને પણ આંખ નાક અને મોઢા પર પટ્ટી બાંધીને દેવતાની પૂજા કરવી પડે છે, આ મંદિરમાં ભક્તો લગભગ 75 ફૂટ દૂર રહીને ભગવાનની પૂજા અને માનતા કરે છે. ભારત દેશમાં ઘણી એવી બધી જગ્યાઓ છે જેનું રહસ્ય મોટા મોટા વૈજ્ઞાનિકો પણ નથી સમજી શક્યા.

તો આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છું કે, જ્યા મંદિરના પૂજારી પણ ભગવાન દર્શન નથી કરી શકતા. આ મંદિર ઉતરાખંડના જિલ્લાના ચમોલી જિલ્લાના દેવાલ નામક બ્લોકમાં આવેલું છે. આ મંદિરને “લાટૂ મંદિર”ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં લાટૂ મહારાજની પૂજા કરવામાં આવે છે. આ મંદિર દરવાજો વર્ષમાં એક જ વખત વૈશાખ મહિનાની પૂનમના દિવસે ખોલવામાં આવે છે.

આ મંદિરના પૂજારી જ્યારે પૂજા કરે છે ત્યારે તેમના મોં પર આંખ ઉપર પટ્ટી બાંધીને મંદિરના દરવાજા ખોલે છે. અને ભક્તોને પણ મંદિરથી દૂર રહીને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં નાગરાજ પોતે જ પોતાના ભવ્ય રૂપથી મણી સાથે બિરાજમાન છે. નાગરાજને મણીની સાથે જોવા એ કોઈ સાધારણ વ્યક્તિનું કામ નથી.

નાગરાજને કારણે જ લોકોને  અહીં આવવા માટે પ્રતિબંધિત છે. અને આથી જ પૂજારી પણ મો ઉપર પટ્ટી બાંધીને પુજા કરે છે. એવું કહેવામાં આવે છે કે મણિનો પ્રકાશ એટલો બધો તેજ છે કે, જો કોઈ વ્યક્તિ તેને જોઈ લે તો તે આંધળો થઈ જાય. મંદિરના પૂજારીના મો ની ગંધ નાગ દેવતાને ન આવે અને નાગ દેવતાની ઝેરી ગંધ પૂજારીને આવે એટલા માટે પૂજારી નાક અને મો પર પટ્ટી બાંધી રાખે છે.

Previous articleઅહિયાં જમીનમાં છુપાયેલો છે વિશાળ ખજાનો જે ઘણા રાજ્યોની કાયા પલટી શકે છે.
Next articleસાંજેના સમયે ભૂલથી પણ ન કરો આ ચાર કામ, જેનાથી થશે તમને મોટું નુકસાન.