નવરાત્રીના શુભ દિવસોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં માતાને વિવિધ પ્રકાર ભોગ અર્પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રીમાં માતાની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે. આજે અમે તમને માતાના એક એવા મંદિર વિશે જણાવીશું કે, જ્યાં માતાને દારૂ ચઢાવવામાં આવે છે. આ પવિત્ર મંદિરમાં મહાકાળી માતાને દારૂનો ભોગ અર્પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ મહાકાળીના આ પાવન મંદિર વિશે…
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં “ભુવાલ કાલી માતા”નું પ્રસિદ્ધ મંદિર છે. આ પવિત્ર મંદિરમાં માતાને દારૂનો ભોગ અર્પણ કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ પવિત્ર મંદિરમાં માતાને અઢી ગ્લાસ દારૂ અર્પણ કરવામાં આવે છે. અને અર્પણ કરેલ દારૂ માતા પીવે પણ છે.
માન્યતાઓ અનુસાર, માતાના આ પવિત્ર નિવાસસ્થાનમાં, માતાને માત્ર અઢી ગ્લાસ દારૂ અર્પણ કરવામાં આવે છે. બાકીનો દારૂ ભૈરવ બાબાને અર્પણ કરવામાં આવે છે. માતાના આ પવિત્ર મંદિરનું નિર્માણ ડાકુઓએ કરાવ્યું હતું.
આ પવિત્ર મંદિરમાં મહાકાળી અને બ્રહ્માણી સ્વરૂપે માતાની પૂજા કરવામાં આવે છે. માતા મહાકાળીને દારૂનો ભોગ અર્પણ કરવામાં આવે છે અને માતા બ્રાહ્મણીને મીઠાઈનો ભોગ અર્પણ કરવામાં છે. સ્થાનિક લોકો અનુસાર માતાનું આ મંદિર ખૂબ જ ચમત્કારિ છે.
આ મંદિરમાં મહાકાળી માતાને ચાંદીના ગ્લાસમાં દારૂનો ભોગ અર્પણ કરવામાં આવે છે. મંદિરના પુજારી અઢી કપ દારૂ ચાંદીના મોટા ગ્લાસમાં ભરે છે, અને ગ્લાસને માતાના હોઠે અડાડે છે. માતાને દારૂનો ભોગ અર્પણ કરતી વખતે માતાની સામે જોવાની મનાઈ છે. પુજારી પણ આ સમયે માતાની સામે જોતા નથી. માતા દારૂના ભોગને ગ્રહણ કરે છે. ગ્લાસમાં દારૂનું એક ટીપું પણ રહેતું નથી.
માતાને દારૂ અર્પણ કરવાનો પણ એક નિયમ છે. ભક્તએ માતાને જેટલો પ્રસાદ અર્પણ કરવાની માનતા રાખી હોય, તેટલો જ પ્રસાદ અર્પણ કરવો તેનાથી વધુ કે ઓછો પ્રસાદ અર્પણ ન કરવો. માતાના આ પવિત્ર મંદિરમાં ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.