Homeધાર્મિકમાતા મહાલક્ષ્મીનું આ એવું અનોખું મંદિર, જ્યાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે...

માતા મહાલક્ષ્મીનું આ એવું અનોખું મંદિર, જ્યાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે સોના-ચાંદીના સિક્કા અને આભૂષણો…

આજે અમે તમને માતા મહાલક્ષ્મીના એક એવા મંદિર વિશે જણાવીશું જે ખૂબ જ વિશેષ છે. આપણાં દેશ ભારતમાં દેવી-દેવતાઓનાં ઘણાં પ્રાચીન મંદિરો છે. દરેક મંદિરની પોતાની એક અલગ વિશેષતા અને કહાની હોય છે. મંદિર ભલે ગમે તેટલું મોટું અથવા નાનું હોય, પરંતુ મંદિર એ આસ્થાનું પ્રતિક છે. ભક્તો મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરે છે, અને ભગવાનને ભોગ અર્પણ કરે છે. એ જ ભોગનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે. તમે મંદિરોમાં અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓની પ્રસાદી ખાધી હશે, પરંતુ એક એવું મંદિર છે કે, જ્યાં ભક્તોને પ્રસાદી રૂપે સોના-ચાંદીના સિક્કા અને ઝવેરાત આપવામાં આવે છે, આ વાત પર તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ સાચી વાત છે. આ માતા મહાલક્ષ્મીનું એક એવું મંદિર છે જ્યાં સોના-ચાંદીના સિક્કા પ્રસાદ તરીકે આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મંદિર વિશેની ખાસ બાબતો…

માતા મહાલક્ષ્મીનું આ મંદિર મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના “માણક” ગામમાં આવેલું છે. આ મંદિરમાં લક્ષ્મીજીની સાથે સંપત્તિના દેવ કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિરના દરવાજા ફક્ત ધનતેરસના દિવસે જ ખુલે છે. આ મંદિરના દરવાજા ધનતેરસના દિવસે બ્રહ્મમુહુર્તના સમયે ખોલવામાં આવે છે અને મંદિરના દરવાજા ભાઈબીજના દિવસે બંધ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે આ મંદિરને સોના, ચાંદીના આભૂષણ અને નોટોથી સંપૂર્ણ રીતે શણગારવામાં આવે છે.

ધનતેરસના 8 દિવસ પહેલા મંદિરને શણગારવાની કામગીરી શરૂ થાય છે. ધનતેરસના દિવસે માતા મહાલક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીંથી પ્રસાદી રૂપે મળેલા સિક્કા અને ઝવેરાતને ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય ધન-ધાન્યની અછત થતી નથી.

રતલામના આ મંદિરમાં ભક્તો ઘણાં આભૂષણો અને પૈસા લઈને આવે છે. આ ભક્તોને મંદિરના ટ્રસ્ટ વતી ટોકન આપ્યા બાદ અંદર પ્રવેશ આપવામાં આવે છે. પૂજા કર્યા પછી આ બધા આભૂષણો અને પૈસાને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. પછી આ આભૂષણો અને પૈસાઓ ટોકન પ્રમાણે ભક્તોને પરત કરવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, આ આભૂષણથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આવતા વર્ષ સુધીમાં ધન-સંપત્તિ બમણી થઈ જાય છે.

આ મહાલક્ષ્મી મંદિરમાં આભૂષણોની આ પરંપરા ખૂબ જ જૂની હોવાનું માનવામાં આવે છે. આ વિશે ઘણી દંતકથાઓ અને માન્યતાઓ પણ છે. આમાંની એક કહાની મુજબ, રતલામ શહેર પર શાસન કરનાર તે સમયના તત્કાલીન રાજાને મહાલક્ષ્મી માતા સ્વપ્નમાં આવ્યા હતા. ત્યારથી આ પરંપરા તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પરંપરા આજે પણ પ્રચલિત છે. આ મંદિરની અનોખી પરંપરા તેને ભારતના મંદિરોમાં સૌથી અનન્ય અને વિશેષ બનાવે છે. ભાગ્યે જ કોઈ એવું મંદિર હશે જ્યાં પ્રસાદ રૂપે સોના-ચાંદીના સિક્કા અને આભૂષણો આપવામાં આવતા હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments