આ મંદિરમાં દર્શન કરવાથી જ માત્ર મળી જશે તમને મનગમતા પ્રેમી, તેના માટે ફક્ત કરવું પડશે આ એક કાર્ય…

245

તમે લોકોને તેમના ઘરની ખુશી, સમૃદ્ધિ અને શાંતિ માટે મંદિરોમાં પ્રાર્થના કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, એક એવું મંદિર પણ છે જ્યાં ફક્ત દર્શન કરવાથી મનગમતા પ્રેમી મળી જાય છે. નહીં ને! તો આજે અમે તમને એવા એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવાથી પ્રેમી મળી જાય છે. 

આ મંદિર વિદેશમાં નહીં પણ ભારતમાં જ આવેલું છે, આ મંદિર રાજસ્થાનના જોધપુરમાં સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે, રાજસ્થાનના જોધપુરમાં “ઇશ્કિયા ગણેશ”નું મંદિર છે, જ્યાં લોકો તેમના પ્રેમી મેળવવા પૂજા-પાઠ કરે છે. આ મંદિર 100 વર્ષ કરતા પણ વધુ જૂનું છે.

ઘણી વખત યુવાન યુગલો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આતુરતાથી વેલેન્ટાઇન ડેની રાહ જુએ છે. પરંતુ જોધપુરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવાની એક અલગ રીત છે. અહીં ભગવાન ગણેશના દર્શન કરીને જ તમને મળી જશે તમારા જીવનસાથી.

ભગવાન ગણેશના આ મંદિરનું નામ ‘ઇશ્કિયા ગણેશ મંદિર’ છે. અહીં દર બુધવા ખુબ જ મટી સંખ્યામાંરે દર્શન કરવા માટે પ્રેમી યુગલો આવે છે. અહીં તેઓ ગણેશજીના ચરણોમાં તેમના પ્રેમીને મેળવવાની ઇચ્છા રાખે છે અને તેમને તેમના પ્રેમી એટલે કે જીવનસાથી મળી પણ જાય છે.

અહીં પરણિત ન હોય તેવા જ યુગલો આવે છે. મોબાઈલ, વ્હોટ્સએપ, ફેસબુક અને સોશિયલ મીડિયાના આ યુગમાં આજે પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. અને ભગવાન ગણેશજી પાસે તેમની ઇચ્છાઓ વ્યક્ત કરે છે. જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે પણ લોકો અહીં ભગવાન ગણેશનો આભાર માનવા આવે છે.

Previous articleરસોઈથી માંડીને રગ્બીના મેદાન સુધી પ્રખ્યાત છે આ ગરવો ગુજરાતી, જાણો એક એવા ગુજરાતીની સાચી કહાની જે જાણીને તમારી છાતી પણ ગર્વથી ફૂલ જશે
Next articleકોરોનાવાયરસથી બચવા માટે કરો આ વસ્તુઓનું સેવન,જે તમારા ફેફસાં અને સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક…