શું તમારા ઘરમાં પણ છે આ પાંચ વસ્તુઓ, તો તેને તરત જ ઘરમાંથી કરી દેજો દૂર, તેને માનવામાં આવે છે અશુભ…

0
501

કેટલીકવાર આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જેના પર આપણે ધ્યાન આપતા નથી, પરંતુ આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે. જો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે, તો ઘરમાં ગૃહક્લેશ ઉપરાંત ધન, નોકરી, લગ્ન, આરોગ્ય અને અન્ય સમસ્યાઓ થાય છે. આ વસ્તુઓ તમારી આર્થિક સ્થિતિને પણ નબળી બનાવે છે. તેથી, આ વસ્તુઓ તરત જ તમારા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

ઘણી વાર આપણા ઘરના બારીના કાચ તૂટી જાય છે અથવા તિરાડો પડે છે, આ તિરાડો ઘણા દિવસો સુધી એમને એમ જ રહે છે. ઘણી વાર આપણે તૂટેલા અરીસામાં જ ચહેરો જોઈ લઈએ છીએ, પરંતુ આમ કરવું યોગ્ય નથી. જો તમારા ઘરમાં કોઈ કાચ તૂટી ગયો હોય, અથવા તો તેમાં તિરાડ પડી ગઈ હોય, તો તરત જ તેને બદલી નાખવો જોઈએ. તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતાનો સંચાર થાય છે. જે તમને દુઃખ પહોંચાડે છે.

ઘરના મંદિરમાં ક્યરેય તૂટેલી મૂર્તિને રાખવી જોઈએ નહીં. ભગવાનના ફાટેલા ફોટા મંદિર અથવા ઘરમાં ન રાખવા જોઈએ. જો મૂર્તિ માટીની હોય, તો તેનું વિસર્જન કરો અથવા કોઈ યોગ્ય જગ્યાએ જમીનમાં દાટી દો, નહીં તો તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે. ઘરના મંદિરમાં સમાન દેવતાની એક કરતા વધુ ફોટા રાખવા જોઈએ નહીં.

વાસ્તુ શાસ્ત્ર મુજબ, કાંટાદાર છોડ અથવા જે છોડમાંથી દૂધ નીકળે છે તેવા છોડ ઘરમાં રાખવા જોઈએ નહીં. કાંટાવાળા છોડ વાવવાથી તમારા ઘરમાં અશાંતિ આવે છે આ તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. 

જો તમારા ઘરમાં કોઈ ખરાબ ઘડિયાળ હોય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ અથવા તો તેને રીપેર કરાવી લેવી જોઈએ. બંધ ઘડિયાળ સફળતા અને પ્રગતિમાં અવરોધ રૂપ બને છે. આવી જ રીતે, ઘરમાં કોઈ પણ ખરાબ વિદ્યુત ઉપકરણ અથવા ખરાબ મશીન રાખવું જોઈએ નહીં. આ વસ્તુઓ તમારા ઘરમાં નકારાત્મકતાને વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here