તમે તમારા જીવનમાં ઘણા વિવિધ રંગોના કાચબા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય પીળા રંગનો કાચબો જોયો છે? પશ્ચિમ બંગાળના ‘બર્ધમાન’ના એક તળાવમાં પીળા રંગનો એક દુર્લભ કાચબો જોવા મળ્યો છે.
‘દેવાશીશ શર્મા’ નામના એક ભારતીય વન સેવા અધિકારીએ આ કાચબાનો ફોટો શેર કર્યો છે. શર્માનય કહેવું છે કે, આ ફ્લૈપશેલ કાચબાનો એક પ્રકાર છે.
શર્માનું કહેવું છે કે, આ એક આલ્બિનો પ્રકારનો કાચબો છે જેનો વિચિત્ર પીળો રંગ ટાઇરોસિન રંગદ્રવ્યની ગેરહાજરીને કારણે અથવા તો કેટલાક આનુવંશિક પરિવર્તન અથવા જન્મજાત વિકારને કારણે હોઈ શકે છે.
કેટલાક કાચબા એવા પણ હોય છે, જેની ડોક પીળા રંગની હોય છે અને બાકીનું શરીર સામાન્ય કાચબા જેવું હોય છે. જો કે, આ કાચબાઓ દવાઓ અને ખોરાક માટે દાણચોરી કરવામાં આવે છે, જેના કારણે કાચબાની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે.
કેટલાક કાચબાના ગળાનો નીચેનો ભાગ જ પીળા રંગનો હોય છે. પરંતુ આવો સંપૂર્ણ પીળો કાચબો પહેલી વાર જ જોવા મળ્યો છે. ઘણા લોકો આ કાચબાને જોવા માટે પણ આવે છે.