Homeઅજબ-ગજબજાણો, વિશ્વના આ રહસ્યમય પ્રાણી વિષે, જે શ્વાસ લીધા વિના પણ રહી...

જાણો, વિશ્વના આ રહસ્યમય પ્રાણી વિષે, જે શ્વાસ લીધા વિના પણ રહી શકે છે જીવંત…

શ્વાસ લીધા વિના કોઈ પણ પ્રાણી કે મનુષ્ય માટે જીવંત રહેવું ખૂબ મુશ્કેલ છે. આ વાત આપણે બધા જાણીએ જ છીએ કે, શ્વાસ દ્વારા ઓક્સિજન વાયુ લીધા વિના કોઈ પણ જીવી શકતું નથી. પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોને એક એવો રહસ્યમય જીવ (પરોપજીવી) મળી આવ્યો છે, જે શ્વાસ લીધા વિના પણ પૃથ્વી પર જીવંત છે. તે વિશ્વનું પહેલું એવું પ્રાણી છે, જેની અંદર આ અનોખી વિશિષ્ટતા છે.

તમને જણાવીએ કે જેલીફિશ જેવા આ બહુકોષીય પરોપજીવીમાં ‘માઇટ્રોકૉન્ડ્રીયલ જીનોમ’ નથી. માઇટ્રોકૉન્ડ્રીયલ જીનોમ કોઈપણ જીવને શ્વાસ લેવા માટે ખૂબ જ જરૂરી છે. આ કારણોસર, આ પરોપજીવીને જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી. ઇઝરાઇલની ટેલ-અવીવ યુનિવર્સિટીના સંશોધકોની ટીમોએ આ આકર્ષક અને રહસ્યમય પરોપજીવી શોધ્યું છે.

સંશોધનકારોના મતે આ પરોપજીવી માછલીઓ દ્વારા ઉર્જા  મેળવે છે. પરંતુ આ દરમિયાન તે તેમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતો નથી. ખાસ વાત એ છે કે, માછલી પણ આ પરોપજીવીને નુકસાન પહોંચાડતી નથી. આ પરોપજીવી ‘સાલ્મન’ ફિશમાં જોવા મળે છે અને આ ત્યાં સુધી જીવંત રહે છે જ્યાં સુધી માછલી જીવંત રહે છે.

આ જીવનું વૈજ્ઞાનિક નામ “હેન્નીગુઆ સાલ્મિનીકોલા” છે. સંશોધન વડા ડયાના યાહ્લમીએ કહ્યું કે, આ જીવ માનવો અથવા અન્ય જીવંત પ્રાણીઓ માટે હાનિકારક નથી. જો કે, હજી સુધી તે રહસ્ય છે કે, પૃથ્વી પર આવા જીવનો વિકાસ કેવી રીતે થયો, જે ઓક્સિજન વિના જીવી શકે છે.

સંશોધન દરમિયાન, વૈજ્ઞાનિકોએ આ પરોપજીવીને ફ્લોરોસેંસ માઇક્રોસ્કોપથી જોયું, જેમાં તેઓને માઇટોકોન્ડ્રિયલ ડીએનએ જોવા મળ્યું નહતું. આ પછી સ્પષ્ટ થઈ  ગયું કે આ વિશ્વનું એવું પ્રાણી છે, જેને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર નથી પડતી. આ જીવને હાઈડ્રોજન સલ્ફાઇડની પણ જરૂર પડતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments