તમે ઘણા અનોખા પત્થરો વિશે સાંભળ્યું હશે. પરંતુ મધ્યપ્રદેશના રતલામમાં માતા દુર્ગાના મંદિરમાં એવો એક અનોખો પથ્થર છે, જેને વગાડવાથી ઘંટ જેવો અવાજ આવે છે. આ પથ્થરના અવાજ લોકો ચોંકી જાય છે. ઘણા લોકો તેને દૈવી ચમત્કાર પણ માને છે. આ પથ્થર પર કોઈ અન્ય પથ્થર ઠપકારવાથી ઘંટ જેવો અવાજ આવે છે.
રતલામથી 25 કિલોમીટર દૂર આવેલ બેરછા ગામ પાસે પ્રાચીન ટેકરી પર સ્થિત આ મંદિર અંબે માતાના મંદિર તરીકે ઓળખાય છે. મંદિરથી થોડે દૂર આ ટેકરી પર એક અનોખો પથ્થર પણ છે. આ પથ્થર પર અન્ય પથ્થર ઠપકારવાથી ધાતુની જેમ આવજ ઉત્પ્ન્ન થાય છે. પથ્થરમાંથી નીકળતો આ અવાજ ઘંટની જેમ સંભળાય છે, જેને ગ્રામજનો ચમત્કારિક પથ્થર માને છે.
આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આ મંદિરને સૌ પ્રથમ ગામના એક વ્યક્તિએ જોયું હતું. તે સમયે અહીં આવવાનો રસ્તો પણ નહોતો. પછી ગામલોકો દ્વારા અહીં આવવા માટે એક કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેથી મંદિરમાં માતાજીના દર્શન કરવા જઈ શકાય.
બેરછા ગામ નજીક આવેલ આ પ્રાચીન મંદિરથી થોડે દુર એક વિચિત્ર પથ્થર છે, જેના પર અન્ય પર પથ્થર ઠપકારવાથી ધાતુની જેમ ટન ટન અવાજ આવે છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. જો કે આખી ટેકરી પથ્થરોથી ભરેલી છે, આ ફક્ત એક જ પથ્થર ખાસ છે. આ પથ્થર આજે પણ એક રહસ્યમય છે.
ઘણા ગામલોકો આ પથ્થરને દૈવી ચમત્કાર મને છે અને તેની પૂજા પણ કરે છે અને અહીં એક ધજા પણ સ્થાપિત કરવામાં આવી છે. આ અનોખો પથ્થર અંબે માતાના મંદિરથી આશરે 700 મીટર દૂર છે, જે ચાલીને પણ પહોંચી શકાય છે. આ પથ્થરમાંથી નીકળતો અવાજ સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.