Homeઅજબ-ગજબતમને આ જાણીને આશ્ચર્ય થશે, વિશ્વનું એક એવું શહેર, જ્યાં માત્ર 86...

તમને આ જાણીને આશ્ચર્ય થશે, વિશ્વનું એક એવું શહેર, જ્યાં માત્ર 86 રૂપિયામાં મળી રહ્યાં છે મકાન…

દરેક લોકો ઈચ્છે છે કે તેમને પોતાનું એક ઘર હોય, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે ખુશીથી રહી શકે. આવી સ્થિતિમાં લોકો ઘર ખરીદવા માટે તેમની આજીવન આવકનું રોકાણ કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વનું એક એવું શહેર પણ છે જ્યાં માત્ર 86 રૂપિયાના નજીવા ભાવે મકાનો મળી રહ્યા છે, પરંતુ તો પણ કોઈ ત્યાં રહેવા માંગતું નથી. આ શહેરનું નામ “સલેમી” છે, જે ઇટાલીના ‘સિસિલી ટાપુ’ પર સ્થિત છે. તે એક ઐતિહાસિક સ્થળ છે, જ્યાં કેટલાક મકાનો એવા છે જે, 16 મી સદીના છે. જો કે, વર્ષ 1968 ના ભૂકંપ બાદ શહેરને ભારે નુકસાન થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇટાલીના ઘણા શહેરોમાં વસ્તી ઘટતી જાય છે, જેમાંથી એક ‘સલેમી’ શહેર પણ છે. આ જ કારણથી લોકો ખૂબ ઓછી કિંમતે એટલે કે, ફક્ત એક યુરોમાં પોતાના ઘર વહેંચે છે. સૌથી અગત્યની બાબત એ છે કે, અહીં રસ્તાઓથી લઈને ઇલેક્ટ્રિક ગ્રીડ અને સીવેજ પાઈપો સુધીની સુવિધાઓ અને સેવાઓ પણ ઉપલબ્ધ છે.

આ શહેરના મેયર ‘ડોમેનીકો વેનુટી”એ જણાવ્યું હતું કે, શહેરમાં અગાઉની જેમ ફરીથી લોકો વસવાટ કરે તેથી, અહીં ઓછા ભાવે મકાનો આપવામાં આવી રહ્યા છે, કારણ કે અહીંના લોકો આ જગ્યા છોડીને અન્યત્ર સ્થાયી થઈ રહ્યા છે.

ડોમેનિકો વેનુંટીના જણાવ્યા મુજબ, સરકાર ઘણા વર્ષોથી આ યોજના પર કામ કરી રહી હતી, પરંતુ તે પછી કોરોના રોગચાળો થયો, જેના કારણે કેટલીક સમસ્યાઓ ઉભી થઈ. તેમણે કહ્યું કે તમામ મકાનો સિટી કાઉન્સિલના છે, તેથી તેનું વેચાણ કરવામાં મોડું નહીં થાય.

આ પહેલા વર્ષ 2018 ની શરૂઆતમાં, ઇટાલીના ‘ઓલોલી’ શહેરમાં મકાનોની કિંમત માત્ર 84 રૂપિયા રાખવામાં આવી હતી. ત્યાં પણ કેટલીક આવી જ પરિસ્થિતિઓ હતી. ઓલોલી શહેરમાં વસ્તી ઝડપથી ઘટતી જતી હતી, તેથી શહેર નષ્ટ ન થઈ જાય તે માટે અહીં મકાનના ભાવ ખુબ જ ઓછા કરી દેવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments