જાણો આ રહસ્યમય સ્થળ વિષે, જ્યાં લક્ષ્મણજીએ કરી હતી તેમની અંતિમ તપશ્ચર્યા, આજે તે સ્થળ ટ્રેકિંગ માટે છે ખૂબ પ્રખ્યાત…

397

ઋગ્વેદમાં ઉત્તરાખંડને દેવ ભૂમિ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ પવિત્ર ભૂમિને રહસ્યોની કર્મ ભૂમિ કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે, મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણજીનો પણ ઉત્તરાખંડ સાથે સંબંધ છે. લક્ષ્મણજીએ છેલ્લી તપસ્યા દેવભૂમિ ઉત્તરાખંડમાં કરી હતી. તો જાણો તે જંગલ ક્યાં સ્થળે આવેલું છે જ્યાં લક્ષ્મણજીએ અંતિમ તપસ્યા કરી હતી.

લક્ષ્મણજીએ ઉત્તરાખંડના ગઢવાલમાં તેમની છેલ્લી તપશ્ચર્યા કરી હતી. એવું માનવામાં આવે છે કે, લક્ષ્મણજીએ અંતિમ તપસ્યા તપોવન (ગઢવાલ)માં કરી હતી. જો તમે ક્યારેય ઉત્તરકાશી ગયા હોય તો, તમે તપોવન વિશે સાંભળ્યું જ હશે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ટ્રેકિંગ માટે જાય છે.

તપોવન ગંગોત્રી હિમનદીથી 6 કિલોમીટર દૂર છે. આ સ્થાનના અદભૂત દૃશ્યો પ્રવાસીઓનું દિલ જીત લે છે. તપોવનથી હિમાલયના શિખરો દેખાય છે. તપોવનને નંદનવન પણ કહેવામાં આવે છે. પર્વતારોહણ માટે અહીં કૈપિંગ કરવામાં આવે છે.

ગોમુખ ટ્રૈકિંગની પાસે જ તપોવન આવેલું છે જ્યાં દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ટ્રેકિંગ માટે આવે છે. નંદનવનથી શિવલિંગ, ભગીરથી, કેદાર ડોમ, થલય સાગર અને સુદર્શન જેવા શિખરોનું અદભૂત દૃશ્ય દેખાય છે.

અહીંના પ્રવાસીઓ સતોપંત, ખર્ચાકુંડ, કાલિંદી કલ, મેરૂ અને કેદારડોમ પર ટ્રેકિંગ અને કેપીંગ કરે છે. ટ્રેકિંગ ઉપરાંત પ્રવાસીઓ પર્વતો પર ચડે છે અને રોક ક્લાઇમ્બિંગ પણ કરે છે. અહીંના લીલાછમ પાઇન અને દેવદારનાં વૃક્ષો પ્રવાસીઓને આકર્ષે છે.

Previous articleજાણો આ પવિત્ર એકાદશીના વ્રત વિષે, જેને કરવાથી પાપોનો નાશ થાય છે અને થાય છે મોક્ષની પ્રાપ્તિ, જાણો આ વ્રતની પૌરાણિક કથા વિષે…
Next articleડુંગળીની છાલ પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, જે અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ આપે છે.