Homeધાર્મિકમાતા પાર્વતીએ આ સ્થળે ભગવાન શિવ માટે કરી હતી તપશ્ચર્યા, જાણો ક્યાં...

માતા પાર્વતીએ આ સ્થળે ભગવાન શિવ માટે કરી હતી તપશ્ચર્યા, જાણો ક્યાં સ્થળે થયા હતા તેમના લગ્ન…

ભગવાન શિવને મહાદેવ પણ કહેવામાં આવે છે અને શિવ જેટલા ભોળા કોઈ દેવ નથી, તેથી તેને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે ઘોર તપસ્યા કરી અને તેમણે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી, ત્યારબાદ માતા પાર્વતી અને ભગવાન શિવએ મહાશિવરાત્રીના દિવસે લગ્ન કર્યા હતા. આ જ કારણથી દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે ક્યાં સ્થળે તીવ્ર તપશ્ચર્યા કરી હતી, તો ચાલો જાણીએ…

પાર્વતીએ જ્યાં ભગવાન શિવને મેળવવા માટે તપશ્ચર્યા કરી હતી તે સ્થાન કેદારનાથની પાસે આવેલ “ગૌરી કુંડ” છે. ગૌરી કુંડને ખૂબ પ્રસિદ્ધ  અને પ્રભાવશાળી સ્થળ માનવામાં આવે છે, અહીંની સૌથી ખાસ વાત એ છે કે, શિયાળામાં પણ અહીંનું પાણી ગરમ રહે છે. 

એવું કહેવામાં આવે છે કે, જ્યારે માતા ગૌરીએ તપસ્યા પૂર્ણ કરી, ત્યારે તેણે ગુપ્તકશીમાં શિવની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જે ભગવાન શીવએ સ્વીકાર્યો હતો. આ પછી દેવી પાર્વતીએ તેના પતિ હિમાલય સાથે પ્રસ્તાવ મૂક્યો અને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. આ પછી, રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા.

રૂદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિર્યુગી નારાયણ નામનું એક ગામ આવેલું છે. એવી પ્રબળ માન્યતા છે કે, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન હિમાલયના મંદાકિની વિસ્તારના ત્રિયુગીનારાયણ ગામમાં થયા હતા. અહીં એક પવિત્ર અગ્નિ છે. એવું કહેવામાં આવે છે કે, આ અગ્નિ ત્રેતાયુગથી સતત સળગતી જ રહે છે, એવું માનવામાં આવે છે કે, આ અગ્નિની સામે ભગવાન શિવ અને દેવી પાર્વતીએ લગ્નના ફેરા ફર્યા હતા. 

લગ્નમાં ભાઈની બધી વિધિ ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી અને પંડિતની વિધિ બ્રહ્મા દ્વારા કરવામાં આવી હતી. ખૂબ જ મહાન તપસ્વી ઋષિ-મહર્ષિ પણ લગ્નમાં સામેલ હતા. આમ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ત્રિર્યુગી નારાયણગામમાં થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments