હનુમાનજીને સંકટમોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, હનુમાનજીના આશીર્વાદ જેના પર રહે છે તેના અધૂરા બધા જ કાર્યો ટૂંક સમયમાં પૂર્ણ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન હનુમાનજીને અમરતાનું વરદાન મળ્યું છે અને તેને કળિયુગમાં એક વિદ્વાન માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રી રામ અને સુંદરકાંડનો પાઠ વાંચે છે, તો તેના પર સદાય હનુમાનની કૃપા રહે છે.
એવું માનવામાં આવે છે કે, જો હનુમાનજીની કૃપા તમારા પર છે, તો તમારા બધા કામ પુરા થઈ જાય છે. હનુમાનજીને મહાવીર, શિવતાર, રુદ્રાવતાર, પવન પુત્ર અને અંજની પુત્ર જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ ભગવાન હનુમાનની સાચા હૃદયથી ઉપાસના કરે છે, તેની બધી જ ઈચ્છાઓ પુરી થાય છે. હનુમાનજીની ઉપાસના કરવાથી મેલીવિદ્યા, ભૂત-પ્રેત, દુષ્ટ શક્તિઓ, નકારાત્મક ઉર્જા અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
જો વ્યક્તિના જીવનમાં શનિ ગ્રહ સંબધિત કોઈ સમસ્યા હોય અને પૂજા પાઠ કર્યા છતાં પણ કોઈ ફરક ન હોય તો, હનુમાનજીને શનિવારે ચોળા અર્પણ કરવા જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સાથે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ અને હનુમાનજીના તમામ મંત્રોનો પૂરા હૃદયથી જાપ કરો. હનુમાનની મૂર્તિ સામે તલના તેલનો દીવો પ્રગટાવવો. શનિ ગ્રહ સંબધિત સમસ્યાઓ દૂર કરવા માટે 108 વાર હનુમાનજીના નામનો જાપ કરો અને હનુમાનજીને કાળા ચણા, ગોળ અને નાળિયેર અર્પણ કરો. આ યુક્તિ કરવાથી શનિ અવરોધ દૂર થશે અને જીવનમાં શાંતિ આવશે.
જો જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય, તો મંગળવારે હનુમાનજીને ચોળા, ચમેલીનું તેલ, સિંદૂર, ચણા અને સૂર્યમુખીનું ફૂલ ચઢાવો. તે પછી 9 પીપળાના પાન લો અને તેના ઉપર ચંદન વડે શ્રી રામ લખો અને આ પાન હનુમાનજીને ચઢાવો. તે પછી, હનુમાનજીના મંદિરની 108 વાર પરિક્ર્મા કરો અને તમારી સમસ્યા દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરો. આ યુક્તિ કરવાથી, વ્યક્તિના બધા કામો પુરા થઈ જાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
હનુમાનજીની 7 દિવસ સુધી વિશેષ પૂજા કરો. જો કોઈ વ્યક્તિ દરરોજ 10 વાર હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસા વાંચે છે, તો તે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે.
જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હો, તો એક દોરડાંને તમારી ઉંચાઇ જેટલું માપ કરી ત્યાં ગાંઠ મારો અને તેની સાથે નાળિયેર બધો અને તેના પર કેસર અથવા સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને ભગવાન હનુમાનજીને અર્પણ કરો. અને આ સાથે હનુમાન ચાલીસા બોલવી જોઇએ.
જો કોઈ વ્યક્તિ દરરોજ પીપળના ઝાડ નીચે બેસીને દક્ષિણ દિશા તરફ મોં રાખી અને હનુમાન ચાલીસા બોલે, તો તેના જીવનમાં ધન અને સુખ આવે છે. જો તમે ગ્રહોની સમસ્યાઓથી પરેશાન છો, તો મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં ગોળ અને ચણાની પ્રસાદી વહેંચવી અને હનુમાન ચાલીસા બોલવી.