બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. ભગવાન ગણેશ બુદ્ધિ અને શુભતાના દેવતા છે. ભગવાન તેમના ભક્તોના તમામ અવરોધો દૂર કરે છે. તેથી તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જો ગણેશજીની પૂજા દ્વારા કોઈ કાર્ય શરૂ કરવામાં આવે છે, તો કાર્યમાં કોઈપણ અવરોધ આવતા નથી. જ્યાં ગણેશજી બિરાજમાન હોય ત્યાં, તેની પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ અને પુત્રો શુભ અને લાભ પણ બિરાજમાન હોય છે. ગણેશની સાથે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તો ચલો જાણીએ બુધવારે ક્યાં ઉપાય કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે…
ગણેશજીને પ્રસન્ન કરવા માટે ‘ગણેશ અથર્વશીષ’નો પાઠ કરવો જોઈએ. બુધવારે સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશની પૂજા કરવી અને ત્યારબાદ ગણેશ અથર્વશીષનો પાઠ કરો. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. આ પાઠ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. ગણેશ અથર્વશીશનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે. જો તમને કોઈપણ પ્રકારની ચિંતા હોય, તો પણ તમને આ પાઠ કરવાથી લાભ થશે.
જો તમે દેવાથી ખૂબ પરેશાન છો, તો બુધવારના દિવસે સવા પાલી મગ લઈ તેને બાફી લો, ત્યારબાદ તેમાં ઘી અને ખાંડ મિક્સ કરો. પછી આ મિશ્રણ ગાયને ખવડાવો. આ ઉપાય નિયમિતપણે કરવાથી ટૂંક સમયમાં દેવાની સમસ્યા દૂર થશે. જ્યાં સુધી તમારું દેવું સમાપ્ત ન થાય ત્યાં સુધી આ ઉપાય નિયમિત કરો.
ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સહેલો ઉપાય એ છે કે, ગણેશજીને ડાભ(દુર્વા) અથવા લાડુ અર્પણ કરો. ડાભમાં અમૃતના સમાન ગુણો હોય છે, જેના કારણે ગણેશજીને ડાભ ખુબ જ પ્રિય છે. ગણેશજીને લાડુનો ભોગ પણ ખૂબ જ પ્રિય છે. આ ચીજો ગણેશજીને અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
બુધવારના દિવસે કોઈ કિન્નરને ધનનું દાન કરો, પછી તેની પાસેથી તમે આપેલા ધનમાંથી થોડા પૈસા આશીર્વાદ રૂપે માંગો. આ પૈસાને લાલ રંગના કાપડમાં લપેટીને તિજોરીમાં મૂકી દો. આનાથી તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત નહીં થાય. પરંતુ આ પૈસાને ક્યારેય અશુદ્ધ હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં.