ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિ હશે કે જેમને બંધ નાકની સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. આ સમસ્યા શરદી ઉધરસ થાય ત્યારે અને શિયાળાની ઋતુમાં થાય છે. જો તમે પણ બંધ નાકની સમસ્યાથી પરેશાન છો, તો ચાલો તેનાથી રાહત મેળવવાના ઉપાયો વિષે જાણીએ.
બંધ નાકથી રાહત મેળવવા માટે તમારે પાણીને ઉકાળો. આ ઉકળતા પાણીમાં સુગંધિત તેલના થોડા ટીપાં નાખવા. આ સિવાય તમે તેમાં આયોડિન અથવા વિક્સ કેપ્સ્યુલના થોડા ટીપા પણ ઉમેરી શકો છો. હવે આ ગરમ પાણીના વાસણમાં મોઢું રાખો અને વરાળ લો. તે ઉપાય બંધ નાક અને શરદીમાં રાહત આપશે.
બંધ નાક ખોલવાની એક બીજી સરળ રીત એ વ્યાયામ છે. આ માટે તમારે તમારું નાક બંધ કરી અને માથું પાછળની બાજુ નમાવવું અને થોડો સમય તમારા શ્વાસને રોકવો. થોડીવાર પછી નાક ખોલવાથી શ્વાસ લેવો સરળ બનશે. આ ઉપાયને બે થી ત્રણ વાર કરવો.
બંધ નાકથી રાહત મેળવવા માટે તમારા માથાને પાછળની બાજુ તરફ નમવું અને ડ્રોપરની મદદથી, નાક પર ગરમ પાણીના થોડા ટીપાં નાખો. થોડા સમય પછી માથાને આગળ તરફ કરો અને પાણીને લૂછી નાખો.
નાળિયેર તેલ બંધ નાક ખોલવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે પણ તમારું નાક બંધ થઈ જાય, ત્યારે તમારા નાકની અંદર આંગળી વડે નાળિયેર તેલ લગાવો. અથવા તમારા નાકમાં નાળિયેર તેલના થોડા ટીપાં નાખો અને પછી એક ઉંડો શ્વાસ લો. આનાથી તમારું નાક ટૂંક સમયમાં ખુલ્લી જશે.
કપૂરની સુગંધ પણ બંધ નાક ખોલવાનો એક સારો ઉપાય છે. તમે તેને નાળિયેર તેલમાં મિક્સ કરીને પણ સુંઘી શકો છો, અથવા ખાલી કપૂરની સુગંધથી પણ તમને ફાયદો થશે. આ સિવાય બંધ નાકને હૂંફ દ્વારા પણ સરળતાથી ખોલી શકાય છે.