શિવપુરાણમાં ભગવાન શિવના મહિમાનું વર્ણન છે. આ મહાપુરાણમાં મનુષ્યની સમસ્યા દૂર કરવા માટે ઘણા ઉપાય વર્ણવવામાં આવ્યા છે. જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાન શિવને યાદ કરે, તો ભગવાન શિવ તેને આશીર્વાદ આપે છે. ચાલો આપણે જાણીએ કે જીવનમાં ધન અને સમૃદ્ધિ મેળવવા માટે શિવપુરાણમાં કયા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
શિવપુરાણ મુજબ ભગવાન શિવને અખંડ ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, શિવલિંગ પર ભક્તિ ભાવથી એક વસ્ત્ર ચઢાવી તેના ઉપર ચોખા ચઢાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. શિવજીને તલ અર્પણ કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે, અને શનિદોષોથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર કાળા તલ ચઢાવવા જોઈએ.
શિવ પુરાણ મુજબ જવ દ્વારા શિવની પૂજા કરવાથી સ્વર્ગીય સુખ વધે છે. ઘઉંની બનેલી વાનગીથી કરવામાં આવેલી શંકરજીની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે. ઘઉંના દાણાથી શિવની પૂજા કરવાથી સંતાનની વૃદ્ધિ થાય છે.
જો મગથી શિવની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ સુખ અને સમૃદ્ધિ આપે છે. કાંગની દ્વારા પરમાત્મા શિવની પૂજા કરવાથી ધર્મ, અર્થ અને કાર્યની વૃદ્ધિ થાય છે અને આ પૂજાથી સુખ પ્રાપ્ત થાય છે.
જો કોઈ વ્યક્તિ શારિરીક રીતે નબળો છે, તો તેના માટે શિવપુરાણમાં પણ વિશેષ ઉપાય જણાવવામાં આવ્યો છે. દરરોજ ભગવાન શિવને ગાયના ઘી થી અભિષેક કરવો જોઈએ. આનાથી વ્યક્તિની નબળાઇ દૂર થાય છે. ભગવાન શિવને મધથી અભિષેક કરવાથી ટીબીનો રોગ મટી જાય છે.