Homeજીવન શૈલીઆ ઉપાય કરવાથી તમને મળશે મનગમતી નોકરી.

આ ઉપાય કરવાથી તમને મળશે મનગમતી નોકરી.

જો તમારી નોકરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો તેનું એક મોટું કારણ વાસ્તુ દોષ છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે યોગ્યતા આધારે અથવા સતત પ્રયત્નો છતાં આપણને નોકરી મળતી નથી. આવી સ્થિતિમાં, આપણે એમ કહીએ છીએ કે આપણા ભાગ્યમાં નોકરી છે જ નહીં. પરંતુ આમાં ભાગ્યનો કોઈ દોષ હોતો નથી. જો આપણે ઘરના વાસ્તુ દોષ દૂર કરીએ, તો તે સકારાત્મક પરિણામો આપે છે. ચાલો આપણે જાણએ વાસ્તુ શાસ્ત્રમાં નોકરીઓ સાથે સંકળાયેલા ઉપાય શું છે…

વાસ્તુ શાસ્ત્ર મુજબ જોબ ઇન્ટરવ્યુ પહેલાં કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. ઇન્ટરવ્યૂમાં હંમેશા ધ્યાનમાં રાખો કે, જો કોઈપણ વ્યક્તિ તમારું ઇન્ટરવ્યુ લેતા હોય, તો તમારે તમારી બોડી લેંગ્વેજ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. હાથ અને પગને વાળીને બેસવું જોઈએ અને કરોડરજ્જુ સીધી રાખવી જોઈએ.

આ સાથે, જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો, ત્યારે ખિસ્સામાં લાલ રૂમાલ અથવા લાલ કાપડ રાખો. કારણ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે જેટલો લાલ રંગનો ઉપયોગ કરશો તેટલું જ તમારા માટે શુભ રહેશે.

ગણપતિ બાપ્પા તમામ અવરોધો દૂર કરે છે. બધા દેવો કરતા પહેલા પૂજનીય છે ગણપતિ છે, તેથી ઇન્ટરવ્યૂ પર જતા પહેલા ગણપતિ બાપ્પાની પૂજા કરો. ગણપતિ પૂજા દરમિયાન ગણપતિ ને સોપારી ચઢાવો અને તેને પ્રસાદમાં લો. જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે ઘરની બહાર નીકળતી વખતે સૌ પ્રથમ તમારા જમણા પગને બહાર મુકો, તેને શુભ માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના અરીસાની સાચી દિશા તમારી નોકરીની સમસ્યાને દૂર કરી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારે તમારી મનપસંદ નોકરી જોઈએ છે, તો તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં એક મોટો અરીસો મૂકવો જોઈએ, જેમાં તમારું આખું શરીર જોઈ શકાય. રાત્રે સૂતા સમયે બેડરૂમમાં પીળો રંગનો ઉપયોગ કરો. પીળો રંગ તમારી મનપસંદ નોકરી માટેનો એક ઉપાય છે.

નવી નોકરી મેળવવા માટે રુદ્રાક્ષની માળા અથવા કાંડુ પહેરવું જોઈએ. આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ખરેખર, રુદ્રાક્ષને ભગવાન શિવનો ભાગ માનવામાં આવે છે. જો કે, કયો રુદ્રાક્ષ પહેરવો તે મહત્વનું છે. નોકરી મેળવવા માટે, તમારે એક મુખી, દસ મુખી અને અગિયાર મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિને મનપસંદ નોકરી મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments