ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે. ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર છે, તો ગુરુ ગ્રહ પણ બધા ગ્રહોમાંનો મુખ્ય ગ્રહ છે. ગુરુ ગ્રહ દોષને કારણે વ્યક્તિને ધન અને લગ્ન સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગુરુવારે કેટલાક ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત પણ થાય છે. તો જાણો ગુરુવારના દિવસે ક્યાં ઉપાય કરવા જોઈએ…
જો તમારે લગ્ન સંબધિત સમસ્યાઓ છે, તો તમારે ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ અને કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ, અને કેળના મૂળમાં પાણી અર્પણ કરો. આ કાર્ય કરવાથી જલ્દી લગ્ન થાય છે. તમને યોગ્ય જીવનસાથી મળે છે. પરણિત લોકોએ આ કાર્ય કરવાથી તેમના વિવાહિત જીવનમાં સુખ આવે છે.
જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે, તો ગુરુવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો. આનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ દોષ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. અને તમને ધનલાભ થશે.
ગુરુવારે કોઈ વ્યક્તિને પૈસા ન આપવા જોઈએ અને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવા પણ ન જોઈએ. જો તમે આ કરશો થયો તમારા પર દેવું થઈ શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય છે.
જો તમારે કુંડળીમાં ગુરુ ગ્રહ દોષને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને તે પાણીથી સ્નાન કરો. સ્નાન કરતી વખતે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમારી મુશકેલીઓ દૂર થશે.
જો તમારા શિક્ષણમાં કોઈ અવરોધો આવે છે, તો તમારે ગુરુવારના દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું જોઈએ. પરંતુ એ ધ્યાનમાં રાખો કે, તમે જે પુસ્તકનું દાન કરો છો તે પુસ્તક ક્યાંયથી ફાટેલું ન હોવું જોઈએ. આનાથી શિક્ષણ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.