આખી દુનિયામાં ભલે મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર આપવાની વાત ચાલી રહી હોય, પરંતુ ઘણી જગ્યાએ મહિલાઓ હજી પણ સમાનતાની લડાઈ લડી રહી છે. પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજમાંથી સ્વતંત્રતા મેળવવા માટે સ્ત્રીઓ શક્ય તેટલા બધાજ કર્યો કરે છે. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ મહિલાઓનું શાસન છે. તેનું જીવંત ઉદાહરણ આફ્રિકન દેશ કેન્યાના એક ગામમાં જોવા મળે છે.
કેન્યાની રાજધાની નૈરોબી પાસે એક ‘ઉમોજા’ ગામ છે. આ એક એવું ગામ છે જ્યાં ફક્ત મહિલાઓ જ રહે છે અને તેઓ જ શાસન કરે છે. આ ગામની વિશેષતા એ છે કે, અહીં કોઈ પુરુષ પ્રવેશ કરી શકતો નથી. ઉમોજા ગામમાં રહેતી ‘રોઝલિના લિઆરપોરા’ નામની મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને રંગબેરંગી મોતીઓના આભૂષણો બનાવે છે.
રોઝલિના જયારે આ ગામમાં રહેવા આવી ત્યારે તેની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. અહીં 48 મહિલાઓનું એક જૂથ તેમના બાળકો સાથે ઝૂંપડાંઓમાં રહે છે. આ ગામમાં પુરુષો પર પ્રતિબંધ છે. જો કોઈ પુરુષ અહીં પ્રવેશ કરે છે, તો તેની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવે છે. તેને (પુરુષ) ચેતવણી આપવામાં આવે છે કે તે ફરીવાર અહીં ન આવે.
આ ગામની શરૂઆત 1990 ના વર્ષથી 15 મહિલાઓના જૂથથી થઈ હતી. આ મહિલાઓ સાથે સંબુરુ અને ઇસિઓસો સ્થિત ટ્રેડિંગ બોર્ડરની નજીકમાં બ્રિટિશ સૈનિકો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના પછી આ સ્ત્રીઓને તેમના સમુદાયમાં નફરત કરવા લાગ્યા. ઘણી સ્ત્રીઓનું કહેવું છે કે, તેમની સાથે દુષ્કર્મ થયા બાદ, તેમના પતિઓએ તેમના પરિવાર માટે અપમાનજનક માની અને તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. તેને આ સ્થાન પર રહેવા માટે તેમને જમીન મળી. પછી મહિલાઓ અહીં રહેવા માટે આવી અને ગામનું નામ ઉમોજા રાખ્યું, જે એકતાને પ્રતિબિંબિત કરે છે.
ધીરે ધીરે આ ગામ આશ્રયસ્થાનમાં ફેરવાઈ ગયું. અહીં, ઘરમાંથી કાઢી મુકવામાં આવેલી બધી મહિલાઓનું સ્વાગત કરવામાં આવે છે. અને તેમને અહીં રહેવાની મજૂરી આપવામાં આવે છે. અહીં તેમના લગ્ન જીવનમાં પરેશાન સ્ત્રી, પરિવારથી કંટાળી ગયેલી મહિલાઓ, દુષ્કર્મ અને અન્ય અપરાધથી પીડાતી મહિલાઓ આવે છે. અહીં ઘણી મહિલાઓ એવી પણ છે જેઓ તેમના પતિના મૃત્યુ પછી અહીં આવે છે.
ઉમોજામાં રહેતી તમામ મહિલાઓ સંબુરુ સંસ્કૃતિની છે. આ સમાજ પિતૃસત્તાક છે અને અહીં બહુવિવાહ પ્રચલિત છે. બધી જ ઉંમરની સ્ત્રીઓ અહીં આવીને રહી શકે છે. અહીં રહેતી મહિલાઓ 98 વર્ષીયથી લઈને 6 મહિનાની એક યુવતી સુધી છે. ઘણી સ્ત્રીઓ ગર્ભવતી વખતે અહીં આવીને રહે છે.
ઉમોજા ગામમાં મહિલાઓ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે ખુશીથી જીવે છે. તેમને અહીં કોઈ પણ કામ માટે પરવાનગી લેવાની જરૂર નથી. આ ગામની મહિલાઓ રંગબેરંગી મોતીની માળાઓ બનાવે છે, જેનથી તેમનો જીવનનિર્વાહ ખર્ચ નીકળે છે.