Homeસ્ટોરીઆ વ્યક્તિએ નોકરી ગુમાવ્યા બાદ શરૂ કર્યો હર્બલ ટીનો વ્યવસાય, આજે દર...

આ વ્યક્તિએ નોકરી ગુમાવ્યા બાદ શરૂ કર્યો હર્બલ ટીનો વ્યવસાય, આજે દર મહિને લાખોની થઈ રહી છે કમાણી…

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં રહેતા “દાન સિંહ” દિલ્હી મેટ્રોમાં નોકરી કરતા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે લોકડાઉન દરમિયાન તેણે નોકરી ગુમાવી દીધી હતી. આ પછી, દાન સિંહે ઘણી જગ્યાએ કામની શોધ કરી, પરંતુ તેને ક્યાંય તક મળી નહીં. પછી તેણે તેના ગામમાં જ હર્બલ ચા બનાવવાનું કામ શરૂ કર્યું. થોડા દિવસોમાં જ તેની આ પ્રોડક્ટની માંગ વધતી ગઈ. તમને જણાવી દઈએ કે, આજે દાન સિંહ હર્બલ ટી વેચીને મહિનામાં એક લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

ભારતમાં કોરોનાના પ્રસારના થોડા સમય પહેલા, દાન સિંહ પોતાના ગામમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં લોકડાઉનના કારણે તેઓ બહાર જઇ શકતા ન હતા. લોકોને કોરોનાથી બચવા માટે ઇમ્યુનીટી બુસ્ટરની સલાહ આપવામાં આવી રહી હતી, જેનાથી ઉકાળો અને હર્બલ ટીની માંગમાં વધારો થયો. આ સમય દરમિયાન દાન સિંહનું ધ્યાન પર્વત પર ઉગતા વિશેષ પ્રજાતિના ઘાસ પર ગયું, જેને લોકો જ્યારે ઠંડા-તાવ આવે ત્યારે ઘરેલું ઉપાય તરીકે લેતા હતા. દાન સિંહે આ ઘાસમાંથી ચા બનાવીને શરદી અને ઉધરસથી પીડિત લોકોને પીવડાવી હતી. તેને ટૂંક સમયમાં જ તેની અસર જોવા મળી હતી.

બે વખતના પ્રયોગમાં જ દાનસિંહે આ હર્બલ ઘાસમાંથી ચા બનાવવાની સાચી રીત શોધી કાઢી. આ પછી તેણે આ માહિતી તેના મિત્રોને આપી. દાન સિંહના મિત્રોએ તરત જ આ માટે ઓર્ડર આપ્યા. ઓર્ડર મળ્યા પછી, દાન સિંહનું મનોબળ વધ્યું અને તેણે ચાની તૈયારી મોટા સ્તરે શરૂ કરી દીધી. આ પછી, તેણે આ ચાની માહિતી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરી. લોકોને તેના આ ઉત્પાદન વિશે માહિતી આપી. મોટી સંખ્યામાં લોકોના ઓર્ડર પણ મળવા લાગ્યા. થોડા દિવસો પછી, દાન સિંહે એમેઝોન સાથે પણ સોદો કર્યો.

દાન સિંહ દરરોજ સવારે પર્વતો પર જાઈ અને ઘાસ તોડીને ઘરે લાવે છે. આ પછી તે પાંદડા તોડે છે અને તેને સૂકવી નાખે છે. પાંદડા બે-ત્રણ દિવસમાં સુકાઈ જાય છે. આ પછી તે પાંદડાને હાથથી કચડી નાખે છે. ત્યારબાદ તેમાં લીંબુ, તમાલપત્ર, તુલસીના પાન અને આદુ મિક્સ કરીને પેસ્ટ તૌયાર કરે છે. દાન સિંહની આ પહેલ બાદ હવે ગામના અન્ય લોકો પણ આ ઘાસનો ઉપયોગ કરી રહ્યા છે.

આ ઘાસને વીંછી ઘાસ અથવા કંડાલી કહેવામાં આવે છે. શરદી અને ખાંસીના ઘરેલું ઉપાયોની સાથે આ ઘાસનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે પણ થાય છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વીંછી ઘાસ એક ઇમ્યુનીટી બૂસ્ટર છે. આ સાથે તે ડાયાબિટીઝ અને સંધિવામાં પણ ફાયદાકારક છે.

દાન સિંહે તેની આ હર્બલ ટીનું નામ “માઉન્ટેન ટી” રાખ્યું છે. દાન સિંહ સાથે, 5 અન્ય લોકો પણ આ ચા બનાવવાની કામગીરીમાં કામ કરે છે. યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યોમાં આજે આ ચાના અનેક ગ્રાહકો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments