આ વ્યક્તિ કરે છે 80,000 વીંછી અને સાપનું પાલન પોષણ અને તેનું ઝેર વહેંચીને કરે છે લાખો રૂપિયાની કમાણી…

456

તમે અનાજ, ફળો અને શાકભાજીનું વાવેતર કરતા ખેડુતો અને ઉદ્યોગપતિઓની સફળતાની વાતો વાંચી હશે. પરંતુ દુનિયામાં એક એવો વ્યક્તિ છે જે વીંછીનું ઝેર વેચીને ધનિક બની ગયો છે. 

હકીકતમાં, ઇજિપ્તની રાજધાની કૈરોમાં રહેતો “મોહમ્મદ હમ્દી બોશ્તા” નામનો 25 વર્ષિય એક યુવક ‘નમ’ કંપનીનો માલિક છે. હમ્દી એટલા મોંઘા ભાવે ઝેર વેચે છે, કે તે જેને સાંભળી તમે પણ એકવાર સાપનું ઝેર કાઢશો.

તમને જણાવી દઈએ કે, આ વિચિત્ર શોખ ધરાવતા હમ્દિ પુરાતત્ત્વ વિદ્યાના સ્નાતક છે, પરંતુ તેને ઇજિપ્તના વિશાળ રણમાં અને દરિયાકાંઠાના વિસ્તારમાં વીંછીનો શિકાર કરવાનો ખૂબ શોખ હતો. આવી સ્થિતિમાં, તેણે પોતાનો અભ્યાસ છોડવાનું અને પોતાનો જુસ્સો પૂર્ણ કરવાનું સ્વપ્ન જોયું હતું અને આજે તે ઝેરનો વેપાર કરીને ઇજિપ્તનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો છે.

હમ્દીએ 80,000 હજારથી વધુ વીંછી અને વિવિધ જાતિના સાપ પાળ્યા છે. તે આ સાપ અને વીંછીમાંથી ઝેર કાઢે છે અને દવા બનાવતી કંપનીઓને વહેંચે છે. વીંછીના ઝેરને કાઢવા માટે યુવી લાઇટ (અલ્ટ્રાવાયોલેટ લાઇટ) ની મદદથી હળવા ઇલેક્ટ્રિક શોટ આપવામાં આવે છે. 

ઇલેક્ટ્રિક શોટ લાગતાંની સાથે જ તરત જ વીંછીનું ઝેર બહાર નીકળી જાય છે અને તેને સંગ્રહિત કરી લેવામાં આવે છે. રૉયટર્સના એક અહેવાલ મુજબ વીંછીના એક ગ્રામ ઝેરમાંથી આશરે 20,000 થી 50,000 એન્ટિવેનોમ (એન્ટિકોનવલ્સન્ટ) ડોઝ બનાવી શકાય છે.

મોહમ્મદ હમ્દી બોશ્તા યુરોપ અને અમેરિકામાં વીંછીના ઝેરની સપ્લાય કરે છે. અહીંની ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેનો ઉપયોગ કરીને એન્ટિવેનમ ડોઝ અને હાયપરટેન્શન જેવા બધા રોગો માટે દવાઓ બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એક ગ્રામ વીંછીનું ઝેર વેચતાં તેઓને 10 હજાર યુએસ ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા મળે છે.

Previous articleજાણો, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેની રસપ્રદ વાતો…
Next articleદયાનંદ શેટ્ટી દરવાજો તોડતા પહેલા આ કામ કરતા હતા સીઆઈડીમાં, જાણો તેની રિયલ લાઈફમાં જીવે છે આવી જિંદગી.