Homeઅજબ-ગજબઆ વ્યક્તિ તેની 90 લાખની BMW કારમાં ભરે છે કચરો, તેનું કારણ...

આ વ્યક્તિ તેની 90 લાખની BMW કારમાં ભરે છે કચરો, તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

આજના સમયમાં, દરેક લોકોનું એક એવું સ્વપ્ન હોય છે કે, તેમની પાસે એક કાર હોય. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે, કોઈ વ્યક્તિએ તેની પ્રિય કારને કચરાપેટી બનાવી દીધી હોય, તો તે અશક્ય લાગે છે. પરંતુ આ એકદમ સાચું છે. એક વ્યક્તિ તેની લાખોની BMW કારમાં કચરો લઈ રહ્યો છે. લોકો ભલે આ વ્યક્તિને ઉન્મત્ત કહે પરંતુ આ યુવક આજે રાંચીના રસ્તાઓ પર તેની બીએમડબ્લ્યુ કાર લઇને શહેરમાં કચરો ઉપાડી રહ્યો છે.

નાળાઓમાથી કચરો ઉઠાવીને પોતાની કારમાં નાખતા આ વીડિયોને પ્રિન્સ રાજ શ્રીવાસ્તવ નામના યુઝરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો ખુબ જ જોવામાં આવી રહ્યો છે. વિડિઓમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, એક વ્યક્તિ તેની લક્ઝરી કારમાં કચરો નાખી રહ્યો છે.

વીડિયો શેર કરતા પ્રિન્સ રાજે વીડિયો સાથે લખ્યું છે કે, “કારની ખરાબ સર્વિસના કારણે, આ વ્યક્તિએ કારમાં કચરો ઉઠાવવાનું નક્કી કર્યું છે.”, શેર કરનાર પ્રિન્સએ ઇન્સ્ટા પર એ પણ લખ્યું લખ્યું છે કે, “બીએમડબ્લ્યુ રાંચી અથવા ટાઇટેનિયમ મોટર્સ દ્વારા કરવામાં આવતી ખરાબ સર્વિસ અંગેનો મારો પ્રતિભાવ”

તમને જણાવી દઈએ કે, આ વીડિયો 50 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. સમાચારો અનુસાર પ્રિન્સ રાજ એક ઉદ્યોગપતિ છે, તેણે તેના પિતાને એક ભેટ રૂપે BMW કાર આપી હતી, પરંતુ મોંઘી કાર ખરીદ્યા પછી પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે ઘણી વખત સર્વિસ સેન્ટર પર ગયો પરંતુ તેની સમસ્યા હલ થઈ ન હતી, તેથી કાર માલિકે બીએમડબ્લ્યુમાં કચરો ઉઠાવવાનું નક્કી કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments