Homeઅજબ-ગજબઘરની છત પર આ વ્યક્તિએ સ્કોર્પિયો કારની ડિઝાઇનમાં બનાવી પાણીની ટાંકી, આનંદ...

ઘરની છત પર આ વ્યક્તિએ સ્કોર્પિયો કારની ડિઝાઇનમાં બનાવી પાણીની ટાંકી, આનંદ મહિન્દ્રાએ પણ કરી સલામ…

મહિન્દ્રા ગ્રુપના એગ્જીક્યુટિવ ચેરમેન ‘આનંદ મહિન્દ્રા’ હંમેશાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે. તાજેતરમાં આનંદ મહિન્દ્રાએ બિહારના એક વ્યક્તિનું ટ્વીટ શેર કર્યું છે, જેણે પોતાના ઘરની પાણીની ટાંકી મહિન્દ્રા સ્કોર્પિયો કારની ડિઝાઇનમાં બનાવી છે. ભાગલપુરમાં રહેતા ‘ઈન્તસાર આલમ”એ તેની પહેલી કાર મહિન્દ્રા સ્કોર્પિયોની ડિઝાઇનમાં પાણીની ટાંકી બનાવવા માટે આગ્રાના કામદારોને ખાસ રૂપે કામ કરવા માટે રાખ્યા હતા.

ફોટામાં આ ટાંકી જોઈને એવું લાગે છે કે, જાણે રિયલ સ્કોર્પિયો કાર ઘરની છત પર મૂકી છે. એટલું જ નહીં, ઇન્તસારએ તેની ગાડીનો નંબર પણ ‘બી આર 10786’ તેના પર લખાવ્યો છે. તસવીર શેર કરતાં મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, ‘આને હું રાઇઝ સ્ટોરી કહું છું. સ્કોર્પિયો રાઇઝિંગ ટુ ધ રુફટૉપ. હું આના માલિકને સલામ અને પ્રશંસા કરું છું. હું તેમની પ્રથમ કાર પ્રત્યેના તેમના સ્નેહને સલામ કરું છું.’

રવિવારે જ આનંદ મહિન્દ્રાએ પાણીની ટાંકીનો ફોટો શેર કર્યો હતો અને ભવિષ્યના તમામ ઉત્પાદનો માટે બેંચમાર્ક તરીકે પાણીની ટાંકીના નિર્માણની પ્રશંસા કરી હતી. મહિન્દ્રાએ લખ્યું છે કે, ‘હવેથી અમારા કોઈપણ ઉત્પાદનોની બ્રાન્ડ યાત્રા ત્યાં સુધી પુરી નહીં થાય જ્યાં સુધી ઓછામાં ઓછા એક ગ્રાહક તેના પર પાણીની ડિઝાઇનનો આધાર ન બનાવે.’

જો કે, આ અનોખી ડિઝાઇનમાં પાણીની ટાંકી બનાવવાનો વિચાર ઇન્તસારની પત્નીનો છે. તેણે આગ્રામાં કંઈક આવું જ જોયું હતું અને પછી તેણે તેના પતિને તેના વિશે કહ્યું. આમ ઇન્તસાર તેના ઘરની છત પર આવી ટાંકી બનાવવા વિચાર કર્યો.

ઇન્તસાર આલમએ આ ટાંકી બનાવવા માટે આગ્રાના કામદારોને બોલાવ્યા હતા. તેઓ ભાગલપુર આવ્યા અને તેમના નિવાસ સ્થાને સ્કોર્પિયો કારના આકારની પાણીની ટાંકી બનાવી. આમ આગ્રાના કામદારોએ આ ટાંકી તૈયારી કરી છે. ઇન્તસારએ તેના બાંધકામમાં આશરે 2.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments