અધધધ! 4 મહિનામાં 170 કંપનીમાં કરી અરજી, પોતાના ખર્ચ માટે વેચતો હતો સમાચારપત્ર આજે છે પોતાની મલ્ટીનેશનલ કંપની.

546

યુપીના અલીગઢના રહેવાસી વ્યક્તિએ ધૂળવાળી શેરીઓમાંથી નીકળી ઑસ્ટ્રેલિયામાં મલ્ટીનેશનલ કંપની સ્થાપવા સુધીની સફર કરી છે. 4 મહિનામાં 170 નોકરી માટે અરજી કરી છતાં સફળતા ન મળી, તો પછી તે એરપોર્ટ પર સફાઈ કર્મચારીઓ સાથે  જોડાયો. સમાચાર પત્ર વેચવાનું શરૂ કર્યું.આજે તેની ડિજિટલ સોલ્યુશન્સની કંપની ઉંચાઇયો ને સ્પર્શી રહી છે.

આમિર કુતુબ વિશે વાત કરીએ તો. આમિર એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો છે. ધોરણ 12 પછી, તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. જોકે, એન્જિનિયરિંગમાં તેનું મન લાગતું નહોતું. આ દરમિયાન, વર્ષ 2011 માં, તેમણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી હતી અને સચિવ તરીકે ચૂંટાયો.

અભ્યાસ પૂરો કર્યા પછી તેણે દિલ્હીની હોન્ડા કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં મન ના લાગ્યું તો, વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો. 4 મહિનામાં 170 કંપનીઓમાં અરજી કરી, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી. તેથી તેને કઈ સમજમાં ના આવ્યું તો એરપોર્ટ પર સફાઈ કર્મચારીઓ સાથે જોડાયો. ખર્ચા કાઢવા માટે સમાચારપત્ર પણ વહેંચ્યા.

આ પછી, આમિરે ડિજિટલ સોલ્યુશન્સની કંપની ખોલી છે. આ કંપનીને સફળતા મળી. આ કંપની આજે 7 દેશોમાં તેની સેવાઓ આપી રહી છે તેમને ઑસ્ટ્રેલિયન યંગ બિઝનેસ લીડર ઓફ ધ યર ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો. એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયાના મેમ્બર ઓફ ગિલોન્જ અથોરિટીએ  તેના આયોજન મંત્રાલયમાં સલાહકાર તરીકે પણ  શામેલ કર્યો.

Previous articleનાગપુરની ‘ઢોસા આજી’, જે આજે પણ ભૂખ્યાને જમાડવા માટે 10 રૂપિયામાં 2 ઢોસા અને 4 ઇડલી આપે છે.
Next articleજાડી જાડી સાંભળીને કંટાળી ગયેલી આ છોકરીએ 6 મહિનામાં ઉતાર્યો 51 કિલો વજન…