માતા દરજી, પિતા કપડાં વેચે, ભાડાના મકાનમાં રહેતા આ યુવકે પાસ કરી UPSC ની પરીક્ષા, હવે બનશે અધિકારી…

620

દેશની સૌથી અઘરી પરીક્ષા UPSC 2020 નું પરિણામ જાહેર કરાયું. ઘણા વિદ્યાર્થીઓની મહેનતનું રંગ લાવી છે અને તેમને તેમનો હોદ્દો પ્રાપ્ત કરવામાં સફળ મળી છે. આ લાંબી યાદીમાં એક નામ કુમાર બિશ્વરંજનનું છે, જેને 182મો રેન્ક મળ્યો છે. કુમારની વાર્તા દરેક મધ્યમવર્ગીય કુટુંબ માટે પ્રેરણારૂપ છે, જે આર્થિક પરિસ્થિતિથી ડરીને પોતાના સપના ઓ પુરા નથી કરી શકતા.

કુમારની માતા વ્યવસાયે ટેલર છે અને પિતા કાપડનો ધંધો કરે છે. આ પરિવાર ભુવનેશ્વરના નીલાદારીમાં ભાડાના મકાનમાં રહે છે. આવી સ્થિતિમાં, આ સફળતા ઘણી મોટી છે.

અહેવાલ મુજબ કુમાર આઈઆઈટી-ગુવાહાટીથી પાસ થયેલો  છે. બે વર્ષ પહેલાં, તેણે આ પરીક્ષા આપી હતી, જેમાં તેનો 391મોં  રેન્ક આવ્યો હતો. આ સમય દરમિયાન તે ભારતીય રેલ્વેમાં એકાઉટન્ટ તરીકે નોકરી એ  જોડાયો. પરંતુ આ પછી, તેણે ફરી એકવાર આમાંથી બ્રેક લીધો અને વધુ સારા રેન્કની તૈયારી કરી. આ વખતે તેનો રેન્ક સારો આવ્યો.

તેની માતા મીનાતી અને પિતા બેનુધર ભોલ તેના થી ઘણા જ ખુશ થયા. પુત્રની સફળતા પર તેના પિતાએ કહ્યું, “અમારા કુટુંબની સ્થિતિ જોતાં કુમાર માટે દ્રઢ સંકલ્પ અને સખત મહેનત વિના પરીક્ષામાં પાસ કરવી શક્ય નહોતું.”

કુમારે કહ્યું, તેમની યાત્રા ઘણી લાંબી હતી અને તે એટલી સરળ પણ નહોતી. પરંતુ આ અશક્ય નહોતું. તેમણે કહ્યું, “આ એક એવું મંચ છે જ્યાં કામ કરવાની તક છે અને મોટી સંખ્યામાં લોકોના જીવનને સકારાત્મક અસર કરે છે.” તેમણે કહ્યું કે વહીવટી સેવા તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે અને બીજી પ્રાથમિકતા IRS હશે. બિશ્વરંજન ઓડિશામાં કામ કરવા માંગે છે.

Previous articleઅદ્દભુત ! માત્ર ત્રીજી કક્ષામાં ભણતી છોકરીએ એકઠી કરી દુનિયાભરની 5000 થી પણ વધુ માચીસ…
Next article20 કરોડમાં બન્યો છે ક્રિકેટર સુરેશ રૈનાનો આ ભવ્ય બંગલો, અંદર થી લાગે છે 5 સ્ટાર હોટલ