લગ્ન સમયે, દરેક દંપતી ઇચ્છે છે કે, તેમનો પહેરવેશ સૌથી શ્રેષ્ઠ હોય, જેથી તેઓ લગ્નના દિવસે સુંદર દેખાય. પરંતુ જાપાનની એક યુવતીએ તેની જાતે જ તેના લગ્ન માટે એવો ડ્રેસ તૈયાર કર્યો કે, જે સોશિયલ મીડિયામાં હેડલાઇન્સનું કારણ બની ગયો હતો. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આ ડ્રેસ સિમેન્ટની ખાલી કોથળીઓમાંથી બનાવવામાં આવ્યો છે.
જાપાનમાં રહેનારી “લીલી ટૈન”એ સિમેન્ટ ખાલી બોરીઓમાંથી પોતાને માટે એક ખાસ વેડિંગ ગાઉન બનાવ્યું છે. આ ગાઉન બનાવવા માટે સિમેન્ટની 40 ખાલી બોરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લીલી ટૈન વ્યવસાયે ખેડૂત છે, પરંતુ આ હાલમાં તેની સર્જનાત્મકતા વિશે ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. 28 વર્ષીય લીલીએ સિમેન્ટની ખાલી બોરીઓમાંથી એવું અદભૂત વેડિંગ ગાઉન બનાવ્યું કે, જેને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે.
લગ્ન માટે તૈયાર કરેલ આ અનોખા વેડિંગ ગાઉન વિશે, લીલી ટૈને કહ્યું કે, તેના ઘરમાં રીનોવેશન કરવામાં આવ્યું હતું. તેથી ઘરમાં સિમેન્ટની ઘણી બોરીઓ લાવવામાં આવી હતી. સિમેન્ટની બોરીઓ જોયા પછી તેને તેમાંથી વેડિંગ ગાઉન બનાવવાનો એક વિચાર આવ્યો.
લીલી ટૈનેએ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ પરિવારને સાથ આપવા માટે તે ખેતી કરી રહી છે. પરંતુ તેણે ફેશન ડિઝાઇનિંગ પ્રતિભાનો ઉપયોગ કરીને, ખાલી સિમેન્ટ બોરીઓમાંથી ખૂબ જ આકર્ષક ગાઉન બનાવ્યુ છે.
લીલી ટૈન ખરેખર વરસાદની ઋતુમાં ખેતીમાં કામ કરવા માટે એક એવો ડ્રેસ બનાવવા ઈચ્છતી હતી, કે જેનાથી વરસાદ આવતો હોય પણ પલળ્યા વગર ખેતીમાં કામ કરી શકાય. પરંતુ ગાઉન બનાવ્યા પછી તેણે તેને લગ્નમાં પહેરવાનું નક્કી કર્યું. લીલી ટૈને આ ગાઉન ફક્ત ત્રણ જ કલાકમાં તૈયાર કર્યું હતું અને જ્યારે તેણીએ તેના આ ગાઉનના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કર્યા હતા, ત્યારે તેને અંદાજ પણ નહોતો કે આ ડ્રેસ માટે તેને આટલો જબરદસ્ત રિસ્પોન્સ મળશે.