‘વિવાહ’ ફિલ્મ જેવા અનોખા લગ્ન, દુલ્હનની કરોડરજ્જુ તૂટી, છતાં દુલ્હા એ અપનાવી…

1232

કદાચ બધાને વર્ષ 2006 માં બનેલી સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’ યાદ હશે, જેમાં લગ્નના દિવસે જ અમૃતા રાવ તેની પિતરાઈ બેન ને બચાવવા જતાં આગમાં દાઝી જાય છે તેમ છતાં વરરાજો બનેલો શાહિદ કપૂર અમૃતા સાથે લગ્ન કરે છે. તે રીલ લાઈફની ફિલ્મ છે જે ખૂબ મોટી હિટ પણ હતી, પરંતુ યુપીના પ્રયાગરાજમાં પણ આવું કંઈક જોવા મળ્યું. 

આ કેસ સંગમ શહેર પ્રયાગરાજમાં જોવા મળ્યો હતો જ્યાં નવવધૂ કન્યા આરતી હાથમાં મહેંદી લઈને હોસ્પિટલના પલંગ પર પડી હતી અને તેની પાસે બેઠેલો યુવાન તેનો પતિ અવધેશ છે જે તેની પત્નીની સંભાળ લઈ રહ્યો છે.હકીકતમાં, પ્રતાપગઢ ના કુંડા વિસ્તારમાં રહેતી આરતી ના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને 8ડિસેમ્બરે સાંજે જાન આવવનાની હતી, પરંતુ બપોરે આરતી તેના ત્રણ વર્ષના ભત્રીજાને બચાવવા ના પ્રયાસ માં ટેરેસ પર થી નીચે પડી. આ અકસ્માતમાં તેની કરોડરજ્જુ તૂટી ગઈ અને બંને પગ પણ અપંગ થઈ ગઈ. ઘરના લોકોએ આરતી ને પ્રયાગરાજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી.

જ્યારે અવધેશના ઘરે જાણ કરવામાં આવી ત્યારે તેના ઘરેથી બે લોકો જાણવા માટે આવ્યા હતા. ઘટનાની સત્યતા અને બનાવની વાત વરરાજા અવધેશને પણ અપાઇ હતી. આરતીના ઘરના લોકોએ અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ અવધેશે નક્કી કર્યું કે આરતી ને જ તેની જીવન સંગીની બનાવશે, અને પૂરું જીવન તેનો સાથ આપશે.

અવધેશ તેની પત્ની આરતીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. પાસે ઉભા રહેલા સગા સંબંધીઓ બંને ની હિમ્મત ને સલામ કરે છે.આરતીના પરિવારજનો, ડોક્ટર સાથે વાત કરી આરતી ને એક દિવસ એમ્બ્યુલન્સથી પાછા કુંડા લઈ ગયા, જ્યાં અવધેશે પથારીમાં સુતેલી આરતી સાથે ધાર્મિક વિધિથી લગ્ન કર્યા. તે પછી આરતીને પ્રયાગરાજની એજ હોસ્પિટલમાં પાછી દાખલ કરવામાં આવી.

અવધેશ અને આરતી પોતાને ખૂબ નસીબદાર માને છે કે જ્યાં પડછાયો પણ મુશ્કેલીમાં સાથ છોડી દે છે, આવી સ્થિતિમાં, તેઓ એકબીજાને ટેકો આપી લોકો માટે ઉદાહરણ બની ગયા છે. અવધેશ વાસ્તવિક જીવનના નાયક બન્યા છે. બંનેના આ નિર્ણયથી દરેક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

Previous articleજે મહિલાઓના શરીર પર હોય છે આ નિશાન, તેમના ઘરમાં રહે છે સુખ શાંતિ…
Next articleજાણો કેમ કરીના તૈમૂરના જન્મના થોડા કલાકોમાં જ લાગી હોસ્પિટલમાં રડવા ! , એક વ્યક્તિએ કર્યું હતું કંઈક આવું કામ !