તમે તીર મારવાના સ્પર્ધા તો ઘણી વાર જોઇ હશે. જેમાં હાથથી તીર ચલાવી લક્ષ્યને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય પગથી તીર મારવાની વાત નહીં સાંભળી હોય. પરંતુ અમેરિકાની “બ્રિટની વોલ્શ”એ હાથથી નહીં પણ પગથી તીર ચલાવી લક્ષ્યને સિદ્ધ કરી રેકોર્ડ બનાવ્યો છે.
અમેરિકાના બ્રિટ્ટેનીએ હાથને ખભા પર ટકાવી શીર્ષાસનની મુદ્રામાં ઉભા રહીને પગથી તીર ચલાવ્યું. તેણે 4૦.4 ફૂટ દૂર 5.5 ઇંચના વર્તુળમાં યોગ્ય સ્થાન પર તીર મારી ગિનીઝ બુકમાં તેનું નામ નોંધાવ્યું છે.
બ્રિટનીએ 31 માર્ચ 2018 ના રોજ આ કાર્ય કર્યું હતું. બ્રિટની કહે છે કે, આ કામ કરવા માટે ખુબ જ મહેનત, સખત પ્રયત્ન, એકાગ્રતા, સંતુલન અને યોગ્ય તાલીમ સાથે શરીરમાં લીચીલાપણું હોવું જરૂરી છે.
બ્રિટ્ટેની હાલમાં હોલીવુડ અને લૉસ વેગાસમાં પરફોર્મ કરે છે. બ્રિટની પહેલાં આ રેકોર્ડ અન્ય ખેલાડીઓ દ્વારા પણ બનાવવામાં આવ્યો હતો. 2012 માં, આર્જેન્ટિનાની ક્લોડિયા ગોમેજ 18 ફૂટ દૂર સુધીનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. 2014 માં, કેલિફોર્નિયાની નેન્સી સિપકરે 20 ફૂટના લક્ષ્યાંકને સિદ્ધ કરી રેકોર્ડ બનાવ્યો હતો.