સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એક ઝાડ પર એક જ પ્રકારનું ફળ આવે છે, પરંતુ એવું નથી. વિશ્વમાં એક એવું સ્થળ પણ છે જ્યાં એક જ ઝાડ પર 40 પ્રકારના ફળ આવે છે. તે માનવું સહેલું નથી પરંતુ તે ખરેખર વાસ્તવિક છે.
અમેરિકામાં એક વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસરે એક આવા જ અદ્દભૂતન છોડની રચના કરી છે, જેના પર 40 પ્રકારના ફળ આવે છે. આ અદ્ભુત છોડ ’40 નું વૃક્ષ’ ના નામથી ઓળખાય છે. તેમાં બોર ,આલું, જરદાળુ, ચેરી અને નેક્ટેરિન જેવા ઘણાં ફળો આવે છે.
આ અદ્ભુત ઝાડની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.આ છોડની કિંમત લગભગ 19 લાખ રૂપિયા છે.
અમેરિકાની સિરાક્યુઝ યુનિવર્સિટીમાં વિજુઅલ આર્ટ્સના પ્રોફેસર સેમ વોન એકેન આ અનોખા છોડના શોધકર્તા છે. આ વૃક્ષને ઉગાડવા માટે તેને વિજ્ઞાનની મદદ લીધી છે. તેણે આ કામની શરૂઆત વર્ષ 2008 માં કરી હતી, જ્યારે તેણે ન્યૂયોર્ક રાજ્ય કૃષિ પ્રયોગમાં એક બગીચો જોયો, જેમાં 200 પ્રકારના પ્લમ અને જરદાળુના છોડ હતા.
ખરેખર, તે બગીચો પૈસાના અભાવને કારણે બંધ થવાનો હતો, જેમાં ઘણી પ્રાચીન અને દુર્લભ છોડની પ્રજાતિઓ પણ હતી. ચૂંકી પ્રોફેસર વોનનો જન્મ ખેતી સાથે જોડાયેલ કુટુંબમાં થયો હોવાથી તેમને ખેતીમાં પણ ખૂબ રસ હતો. તેણે આ બગીચાને લીઝ પર લીધો હતો અને કલમ બનાવવાની રીતની મદદથી તે ‘ટ્રી ઓફ 40’ જેવા અદભૂત છોડ ઉગાડવામાં સફળ થયો હતો.
છોડને તૈયાર કરવા માટે, શિયાળામાં, ઝાડની એક શાખા કાપીને અલગ કરવામાં આવે છે. ત્યારપછી આ શાખાને મુખ્ય ઝાડમાં કાણું પાડીને તેને ત્યાં લગાવવામાં આવે છે. તે પછી, જોડાયેલ સ્થળે પોષક તત્ત્વોનો છટકાવ કરીને આખા શિયાળા માટે પટ્ટી બાંધવામાં આવે છે. ત્યાર પછી શાખા ધીમે ધીમે મુખ્ય ઝાડ સાથે જોડાય જાય છે અને તેમાં ફળો અને ફૂલો આવવાનું શરૂ થાય છે.