હવે એશિયાઈ સિંહોને જોવા માટે નહીં જવું પડે સાસણ-ગીર, અમરેલી જિલ્લાના આ સ્થળે પણ બન્યું છે બીજું સફારી પાર્ક.

346

એશિયાઈ સિંહ જોવા માટે, હવે સિંહના ચાહકોએ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સાસણના દેવલિયા પાર્ક-ગીર અભ્યારણ્યની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. આ સિંહો 350 હેકટરમાં વિકસિત આંબરડી સફારી પાર્કમાં પણ જોવા મળશે. આંબરડી સફારી પાર્ક અમરેલી જિલ્લાના ધારીના આંબરડી ગામમાં આવેલું છે. આંબરડી સફારી પાર્ક ખોડીયાર ડેમથી આંબરડી ગામ સુધી ફેલાયેલું છે. આ સિંહના ચાહકોનો ઘણો સમય બચાવશે.

આ પાર્ક સિંહદર્શન માટેનું બીજું સત્તાવાર કેન્દ્ર છે. ગીર અભયારણ્યના રાજસ્વ ક્ષેત્રમાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે આંબરડી સફારી પાર્કનું ઉદ્ઘાટન કર્યું. વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે – આંબરડી સફારી પાર્ક એ દેશનું સૌથી મોટુ સફારી પાર્ક છે.

29 સપ્ટેમ્બર 2020ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંબરડી સફારી પાર્કનું ઉદઘાટન તેમજ દમણ હાઈસ્કૂલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વનમંત્રી ગણપતભાઇ વસાવા અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ સફારી પાર્કથી રાજ્યને સારી આવક મળશે તેમજ લોકોને એશિયાઈ સિંહો જોવાની તક પણ મળશે. આ સફારી પાર્ક અમરેલી જિલ્લામાં આર્થિક સમૃદ્ધિ અને ઉતકર્ષના દ્વાર પણ ખોલશે. વિશ્વભરના પ્રવાસીઓના આગમનથી ધારી પર્યટનનું કેન્દ્ર બનશે.

આંબરડી પાર્કમાં સક્કરબાગ ઝૂમાંથી સિંહો લાવવામાં આવ્યા છે. આ સિંહોનો જન્મ પણ જૂનાગઢના સક્કરબાગમાં થયો હતો. સક્કરબાગમાંથી ત્રણ સિંહો આંબરડી પાર્કમાં લાવવામાં આવ્યા છે. 

મંગળવારે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંબરડી સફારી પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. અને ત્યાર બાદ આ સારી પાર્ક લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આંબરડી પાર્ક ખુલ્લું મુક્યાના પ્રથમ દિવસે જ 3300 રૂપિયાની આવક થઈ.

Previous articleઘરના મંદિરમાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, ભગવાન તમને આપશે સુખ અને ધનસંપત્તિ.
Next articleઅમિતાભ બચ્ચને લીધો અંગદાન કરવાનો સંકલ્પ, પવિત્રતા દર્શાવવા લીલા રંગની રિબન લગાવી ફોટો કર્યો શેર…