Home ધાર્મિક જોગમાયા આઇ ચાંપબાઇ

જોગમાયા આઇ ચાંપબાઇ

571

જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા. તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સીમમાં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,એટલે ખોડાઇ ગામની સીમમા રાત રેવાનુ નક્કી કર્યુ.એક ચરીયાણ આવતા ગાડુ છોડી પડાવ નાખ્યો.

ગામ માં આવતા જતા માણસોએ આવીને વાત કરી કેઃ” અહી અંતરિયાળ સિંહ નો ત્રાસ છે,માટે ગામ મા રોકાવાનુ રાખો. ગામમા ભીમાજી કરીને ટીલાત (મુખ્ય) ગરાસદાર હતા .ત્યાં જઇ ગાડા ના સાથીએ (ગાડુ હાંકનાર) આશરો માગ્યો.પણ ત્યાંથી જવાબ મળ્યો કેઃ”આઇ ને સાવજ ની બિક લાગતી હોય તો આઇ શેના?

ગાડા ખેડુએ આવી ને વાત કરી,આઇ એ કહ્યુ કેઃ”હશે ભાઇ દુનીયા છે ,એના બોલવા સામે નો જોવાય.અહીં જ રોકાશુ. રાતના પહોર મા સાવજ આવ્યો અને બળદ નુ મારણ કર્યુ.માં અવાજ થી તરત જાગી ગયા.હાંકો કર્યો એટલે સિંહ તો ભાગી ગયો પણ બળદ ના બચ્યો. પણ હવે એક બળદે ગાડુ કેમ ચાલે ? આથી ગાડાખેડુએ ભીમાજી પાસે આવી ને વાત કરી અમારા બળદ ને સિંહે મારી નાખ્યો છે ,માટે એક બળદ ની વ્યવસ્થા કરી આપો આઇ એ કહેવરાવ્યુ છે.”

ભીમાજીએ કહ્યુ.”આઇ ના બળદને કાંઇ સાવજ મારે?આઇ હોય તો સાવજને ગાડે જોડી દયે. આવી તોછડાઇથી આઇને દુઃખ થયુ,અને ભીમાજી ને કહેવરાવ્યુ કે સાવજને ગાડે જોડે છે,જોવા હાલ. ગ્રામવાસી જોવા આવ્યા.આઇએ એક હાથમા પરોણો લઇ,કાંટ્ય મા ગયા ,ત્યાં સિંહ નીંદર ઘોરે છે,આઇએ કાનની બુટ પકડી લીધી ત્યાં સોઝી બકરી જેવો બની ગયો.

આઇ દોરીને હાલી નીકળ્યા. સાવજને લઇ આવતા જોઇ ગ્રામવાસીઓના હાજા ગગડી ગયા, અને માફી માંગી, ભીમાજીને પણ પસ્તાવો થયો અને માફી માંગી,આથી આઇ શાંત થયા અને સિંહને છોડી મુક્યો. ભીમાજીએ એક બળદ લાવી આપ્યો.આઇ ગાડુ જોડી રવાના થયાં,પણ ગામને બીક બેસી ગઇ કે આઇ કોચવાણા છે એટલે આપણુ સારુ નહી થાય.એમણે વિંનતી કરી અને સિંહ સામે રક્ષણ માંગ્યુ.

આઇએ આર્શીવાદ આપ્યા અને ગામને ફરતે એક રેખા દોરીને આણ આપી. ત્યારથી ખેડાઇમાં કોઇ રાની પશુ રંજાડ કરતુ નથી.

આ પોસ્ટ પૂનમ વાગડીયાની વેલ પરથી લેવામાં આવી છે, તમને આ પોસ્ટ કેવી લાગી એ કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જણાવજો, વધારે સારી પોસ્ટ વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક જરૂર કરજો અને પોસ્ટ ગમી હોય તો શેયર જરૂર કરજો.

લેખક:- પૂનમબેન વાગડિયા