Homeહેલ્થઆંકડો છે એક આયુર્વેદિક ઉપચાર, આંકડાના ફૂલ અને તેનું દૂધ અનેક રોગોની...

આંકડો છે એક આયુર્વેદિક ઉપચાર, આંકડાના ફૂલ અને તેનું દૂધ અનેક રોગોની સારવાર માટે છે અસરકારક ઉપાય…

આંકડાનું ફૂલ સફેદ, નાનું અને ગોળ આકારનું હોય છે. આ ઉપરાંત ફૂલમાં લાલ અને જાંબુડિયા રંગના ટપકાઓ હોય છે. આંકડાના છોડના મૂળમાં મંડારએલ્બન અને ફ્યુએબિલ નામનું એક રસાયણ જોવા મળે છે. આ છોડ અનેક રોગોની સારવાર માટે અસરકારક ઉપાય છે. આંકડાનો છોડ ઉજ્જડ જમીન તથા ખુલ્લા અને સૂકા વિસ્તારોમાં આપમેળે ઉગે છે. તે ઘણી શારીરિક મુશ્કેલીઓથી રાહત આપે છે.

આંકડાના બે ચમચી દૂધમાં ત્રણ ગ્રામ હળદર પાવડર અને ગુલાબજળ સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, તે ત્વચાને મુલાયમ બનાવે છે. આ પેસ્ટ આંખ પર લગાવવી નહીં. જેની ત્વચા પહેલેથી જ મુલાયમ છે અને તેઓ ચહેરાને ગ્લોઈંગ બનાવવા માંગે છે, તો તેઓએ આંકડાના દૂધને બદલે આંકડાના જ્યુસને ચહેરા પર લગાવવું જોઈએ.

આંકડાના ફૂલનો ઉપયોગ માથા અને કાનના દુખાવામાં થાય છે. આંકડાના ફૂલનું દૂધ માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. કાનમાં આંકડાના પાનનો રસ નાખવાથી કાનમાં રસી, દુખાવો કાનમાં ધાક પડી ગઈ હોય જેવી કાનથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આંકડાની સુકી છાલને પીસી લો, પછી તેમાં 20 ગ્રામ ગુલાબ જળ મિક્સ કરો અને 5 મિનિટ સુધી રહેવા દો. પછી આંખોમાં આ મિશ્રણના 3 થી 4 ટીપાં નાખો. આનાથી આંખોની લાલાશ ભારેપણું, આંખમાં દુખાવો અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

આંકડાના દૂધમાં રૂ પલાળીને ઘીમાં સારી રીતે મિક્સ કરો અને પછી રૂને દાઢ પર મૂકી દો. આનાથી દાંત અથવા દાઢના દુખાવામાં તરત જ રાહત મળે છે. આ સિવાય આંકડાના દૂધમાં મીઠું મિક્સ કરીને દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો મટી જાય છે. આ ઉપરાંત હલતા દાંત પર આંકડાનું દૂધ લગાવવાથી તે સરળતાથી નીકળી જાય છે. આ કરવાથી દાંત કઢાવતી વખતે પીડા ઓછી થાય છે.

જે લોકોને શ્વાસ અથવા ઉધરસથી સંબંધિત સમસ્યાઓ હોય, તેમના માટે આંકડાનો છોડ રામબાણ ઈલાજ છે. 50 ગ્રામ આંકડા ફૂલના લો અને તેમાં એક ચપટી મરચું પાઉડર મિક્સ કરો અને તેની નાની ગોળીઓ બનાવો.દરરોજ નવશેકું પાણી સાથે આ ગોળીઓનું સેવન કરો. આનાથી શ્વસન સંબધિત બીમારીઓ મટી જાય છે. આ ઉપરાંત આંકડાના પાંદડા ઉપર હાજર સફેદ પડને એકઠુ કરીને તેની ગોળીઓ બનાવી અને રોજ સવાર-સાંજ પાન સાથે ખાવાથી લાંબા સમયથી થયેલી ઉધરસની સમસ્યા દૂર થાય છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments