શું તમારી આંખોમાં પણ વારંવાર આવે છે પાણી, તો જાણો તેના કારણો અને તેનાથી રાહત મેળવવાના ઉપાયો…

હેલ્થ

મોટાભાગના લોકોને આંખોમાં પાણી આવવાની સમસ્યા હોય છે. કેટલીકવાર, આંખોમાં ધૂળ અને નાના જીવાણુ પડે ત્યારે આંખોમાં આપમેળે પાણી નીકળવા લાગે છે. ધુમાડો, ડુંગળી કાપવાથી કે કોઈ કેમિકલને કારણે પણ આંખોમાં પાણી આવે છે, પરંતુ કેટલીક વાર આંખોમાં પાણી આવવું એ આંખના કોઈ રોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. તો ચાલો તેના વિષે વિગતવાર જાણીએ.

ઘણી વાર આપણી આંખો સુષ્ક થઈ જાય છે જેના કારણે આંખોમાં પાણી આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે, તમારા શરીરમાં પાણી, તેલ અને લાળનું યોગ્ય સંતુલન થતું નથી. આને કારણે આંખો સુકાઈ જાય છે અને આંખોમાં આંસુ વધુ આવવા લાગે છે.

ઈફેક્શન બેક્ટેરિયા અથવા વાયરસના કારણે પણ આંખોમાં પાણી આવે છે. બાળકો અને પુખ્ત વયના લોકોની આંખોમાં પાણી આવવાનું આ સૌથી સામાન્ય કારણ છે. આમાં એક અથવા બંને આંખો ગુલાબી અથવા લાલ હોઈ શકે છે, જેના કારણે આંખોમાં ખંજવાળ અને બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. એન્ટિબાયોટિક આંખના ટીપાંથી આ વાયરલ ઇફેક્શનને મટાડી શકાય છે.

કફ, નાક તેમજ આંખો પાણી આવવું એ એક એલર્જીના લક્ષણો છે. આ સ્થિતિમાં, એલર્જીની દવા લેવાથી રાહત મળે છે. શરદીને કારણે જ આંખમાં પાણી આવે છે, પરંતુ આ સ્થિતિમાં આંખોમાં ખંજવાળ આવતી નથી.

આંખોની પલક વાઇપરની જેમ કામ કરે છે. તે આંસુ ફેલાવીને વધારે પડતા ભેજને દૂર કરે છે. પરંતુ કેટલીકવાર આંખોની પલકો તેનું કામ યોગ્ય રીતે કરવામાં અસમર્થ બને છે, આ સ્થિતિને એક્ટ્રોપિયન કહેવામાં આવે છે. આમાં, આંખોની પલકો દ્વારાઆંખો સંપૂર્ણપણે સાફ થતી નથી અને આંખોમાં આંસુ આવે છે. આ સમસ્યા શસ્ત્રક્રિયા દ્વારા કાયમી રૂપે મટાડી શકાય છે.

ધૂળ, ધુમાડો અથવા ગંદકીને કારણે આંખની કીકીમાં ખંજવાળ આવે છે. આવી સ્થિતિમાં, આંખોમાં દુખાવો થાય છે, અને આખો લાલ થઈ જાય છે અને પ્રકાશમાં યોગ્ય રીતે કામ કરી શકતી નથી. ધૂળ અને ધુમાડાને કારણે આંખોમાં સતત પાણી આવે છે. જો કે, તે એક કે બે દિવસમાં જ સ્વસ્થ થઈ જાય છે.

આંખોના પોપચામાં સોજો આવે તેને બ્લેફેરાઈટિસ કહેવાય છે. આ સમસ્યામાં આંખો હંમેશાં પાણીયુક્ત રહે છે, ખંજવાળ આવે છે. તે સામાન્ય રીતે એલર્જી અને ચેપને કારણે થાય છે, અને તે સારવાર લીધા બાદ મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *