મોઢું ડાગ વગરનું હોય છે, પરંતુ આંખોની નીચે ખાડા અને કાળા કુંડાળા તમારી સુંદરતાને છીનવી લે છે. આંખોની નીચે પડતા કાળા કુંડાળાને લીધે, તે વ્યક્તિને રોગ હોય તેવું લાગે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. ઉપરાંત, અમે કેટલીક અસરકારક બાબતો જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ દરરોજ કરવાથી તમારા મોઢાં પર તફાવત જોવા મળે છે.
આંખોની નીચેના કાળા કુંડાળાને દૂર કરવા માટે પહેલા 50 ગ્રામ તુલસીના પાન, લીમડાના પાન અને ફુદીનાના પાનને ગુલાબજળમાં ભેળવીને પીસી લેવું. આ રસમાં થોડી હળદર પાવડર નાખીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને લગવવાથી કાળા કુંડળાની સમસ્યા દુર થઇ જાય છે.
રાત્રે સુતા પહેલાં અડધી ચમચી રોગન બદામ ત્રણ ટીપા શુધ્ધ નારંગી તેલ અને બે ટીપા મધ મિક્સ કરી આ મિશ્રણને આંગળીમાંલઈને આંખોની ચારે બાજુ હળવા હાથે માલીશ કરવું. આમ કરવાથી ઘણો ફાયદો થાય છે.
કાળા કુંડળાની સમસ્યા દુર કરવા માટે તમે કુકુમ્બર ઉપચારનો ઉપયોગ કરી શકો છો. આ માટે કાકડીના ટુકડાને આંખો પર મુક્વો. થોડો સમય માટે આંખ બંધ રાખ્યા પછી, તેને કાળા કુંડાળા પર હળવા હાથે ફેરવો. તેનાથી આંખની આજુબાજુની ચરબી ઓછી થવાની સાથે જ કાળા કુંડાળા પણ દુર થાય છે.
કાળા કુંડાળા પર વપરાયેલી ટી-બેગનો ઉપયોગ કરવો જોઈએ. ટી-બેગમાં રહેલા તત્વ, ટેનીન આંખોના કાળા કુંડાળાને દુર કરે છે. તેથી આપણા ચહેરાની સુંદરતાને જાળવવા માટે ઊંઘ પૂરી થવી ખબ જ જરૂરી છે.
આપણા ખોરાકમાં દૂધ, દહીં, સાઇટ્રસ ફળો, કઠોળ, લીલા શાકભાજી, ફણગાવેલા અનાજ વગેરે નું સેવન કરવું જોઈએ. આ સિવાય આપણા ખોરાકમાં વધુને વધુ રંગીન ખોરાક જેવા કે પીળી બેલ પેપર, લાલ બેલ પેપર, ટમેટા વગેરેનો સમાવેશ કરવો જોઈએ.