આમળાને પોષક તત્ત્વોનો રાજા માનવામાં આવે છે. આમળામાં જરૂરી બધા તત્વો અને વિટામિન્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે અને તે અનેક રોગોથી પણ બચાવે છે. ખોરાકમાં આમળાને ઘણી રીતે લઇ શકાય છે. આપણે તેને કાચા પણ ખાઈ શકીએ છીએ, તેનો રસ પી શકાય છે અથવા આપણે તેનું અથાણું કે જામ પણ બનાવી શકાય છે. આમળા આપણને ઘણી સમસ્યાઓમાંથી રાહત આપે છે.
આમળામાં વધારે માત્રામાં વિટામિન સી હોય છે જે પ્રતિરક્ષા અને પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. આમળા શરદી અને કફની સાથે શરીરમાં રહેલા બેક્ટેરિયાથી પણ બચાવે છે. આમળામાં એવા તત્વો પણ હોય છે જે કેન્સરના કોષો સામે લાડવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ, આમળાનો રસ શરીરની બધી પ્રક્રિયાઓને સંતુલિત કરે છે અને ત્રિદોષ એટલે કે વાત, કફ, પિત્તના રોગને દૂર કરે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, આમળાનો રસ ખાંસી અને ફલૂની સાથે મોઢામાં પડેલા ચાંદા માટે પણ ઉપયોગી છે. આમળાનો એક અસરકારક ઘરેલું ઉપાય તરીકે ઉપયોગ કરી શકાય છે. બે ચમચી આમળાના રસમાં બે ચમચી મધ નાખીને રોજ પીવાથી શરદી અને ખાંસીમાં ઘણો ફેર પડે છે. મોઢામાં પડેલા ચાંદાથી છુટકારો મેળવવા માટે, એક ચમચી આમળાના રસને પાણીમાં મિક્સ કરીને પીવો.
આમળાનો રસ રોજ પીવાથી કોલેસ્ટરોલનું સ્તર ઘટે છે અને શરીર સ્વસ્થ રહે છે. તેમાં રહેલા એમિનો એસિડ અને એન્ટીઓકસીડેન્ટના લીધે હૃદયને લગતા રોગો થતાં નથી.
આમળા શ્વાસના રોગો જેવા કે અસ્થમાને મટાડવા માટે અને ડાયાબિટીઝને પણ નિયંત્રણમાં રાખે છે. આમળા પાચકશક્તિને પણ યોગ્ય રાખે છે.
આમળા લીવર(યકૃત) ના રોગ સામે રક્ષણ આપે છે. તે શરીરમાંથી તમામ ઝેરી પદાર્થો બહાર કાઢે છે.
વિટામિન સી ઉપરાંત આમળામાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે અને તેને ન્યુટ્રિશન ડ્રિંક તરીકે પણ પી શકાય છે.
વાળ માટે આમળા એક દવાની જેમ કામ કરે છે. આપણા વાળના બંધારણમાં 99% પ્રોટીનનું પ્રમાણ હોય છે. આમળામાં જોવા મળતા એમિનો એસિડ અને પ્રોટીન વાળના વિકાસ માટે ફાયદાકારક છે, આમળા વાળ ખરતા અટકાવે છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.
આમળાના રસનો ઉપયોગ ત્વચાની સારવારમાં પણ થાય છે. આમળાના રસને રૂમાં પલાળીને તેને ચહેરા પર લગાવવાથી ખીલ દુર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.