હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વ્યક્તિની હથેળી પર દોરાયેલી રેખાઓ, નિશાન અને રચનાથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની બાબતો જાણી શકાય છે. માત્ર હથેળીની રેખાઓથી જ નહિ ,પરંતુ આંગળીઓના આકાર અને રચનાથી પણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે.
1- તમારી હથેળીને બંધ કરીને જુવો આંગળીઓ કઈ રીતે વળે છે. જો બધી આંગળીઓ જુદી જુદી રીતે વળતી હોય, તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ શાંત છે. હસ્તરેખાશાસ્ત્ર મુજબ, હથેળી પર આવી આંગળીઓ તમારા માટે સારી માનવામાં આવે છે.
2- જો બધી આંગળીઓ સીધી હોય, તો આવી વ્યક્તિ શાંત સ્વભાવની હોય છે. જો બધી આંગળીઓ હથેળીની વચ્ચેની તરફ વળતી હોય, તો તેમનામાં સારા ગુણો અને સારી લાક્ષણિકતાઓ હોય છે.
3- જો ત્રીજી આંગળી સીધી અને લાંબી હોય તો તે વ્યક્તિ પૈસા કમાવવામાં ખૂબ ભાગ્યશાળી હોય છે.
4 – જે વ્યક્તિની આંગળીઓ અંગૂઠા તરફ વળેલી હોય તો તેવા વ્યક્તિ અભિમાની હોતા નથી. જ્યારે બધી આંગળીઓ વચ્ચેની આંગળી તરફ વળે તો તે વ્યક્તિ શાંત મનનું હોય છે.
5- જ્યારે વચ્ચેની આંગળી પેહલી આંગળી તરફ વળે તો તે વ્યક્તિ ગંભીર સ્વભાવની હોય છે. આવા વ્યક્તિ કોઈ પણ કાર્ય ખૂબ વિચારીને કરે છે. આવી વ્યક્તિ અભિમાની હોતા નથી .
6- જે વ્યક્તિની હથેળીમાં ચોથી આંગળી ત્રીજી આંગળી તરફ વળેલી હોય તો તે ખૂબ જ સ્વાર્થી હોય છે. પરંતુ જો ચોથી આંગળી બહારની તરફ વળેલી હોય, તો તે વ્યક્તિ બેદરકાર હોય છે.