આંકડા ના છોડનો ઉપયોગ પૂજા માટે થાય છે. બીજી બાજુ આ છોડની ધાર્મિક માન્યતાઓ છે. આ છોડ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આંકડા ના છોડને મદર અથવા અકોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. જેમ કે અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ જેવા રોગોના ઉપચારમાં ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આંકડા નો છોડ આપણને કઈ રીતે ઉપયોગી થઇ શકે છે.
૧) વાગ્યું હોય ત્યાં :- જો તમને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો ત્યાં આંકડા ના પાન ને ગરમ કરીને જ્યાં વાગ્યું હોય ત્યાં બાંધી લો. આનાથી તમને દુખાવામાં રાહત મળશે અને સોજો હશે તો એ પણ દુર થશે.
૨) ડાયાબીટીસ :– આંકડા ના પાન થી તમારી શુગર કંટ્રોલમાં રહે છે. દરરોજ સવારે આ પાંદડા ને પગ ની નીચે રાખીને પછી મોજા પેરી લો. હવે રાત્રે સુતા પહેલા આ પાંદડા કાઢી લો. આનાથી તમારું શુગર લેવલ કન્ટ્રોલ માં રહેશે.
૩) સાંધા નો દુખાવો :– આ પાન સાંધાનો દુખાવો પણ દુર કરે છે. જો તમને સાંધા નો દુખાવો હોય તો આ પાંદડા નો ઉપયોગ કરો.
૪) અસ્થમા :- આંકડા ના ફૂલ અસ્થમા જેવી બીમારી પણ દુર કરે છે. આંકડા ના પાન નું ચૂર્ણ બનાવીને ખાવાથી અસ્થમા અને ફેફસા ના રોગ અને શરીરમાં નબળાઈ જેવી બીમારી દુર કરે છે.
૫) બવાસીર :– આંકડા ના પાન અને દાંડી ને પાણીમાં પલાળી દો. હવે આ પાણી પીવાથી તમારી બવાસીર ની સમસ્યા કાયમ માટે દુર થઇ જશે.
૬) એલર્જી :- આંકડા ના પાન એ ખંજવાળ અને એલર્જી માટે પણ ખુબજ ફાયદાકારક છે. ચામડી માં ખંજવાળ અથવા તો ડ્રાયનેસ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તેના મુળિયા ને બાળી નાખો. હવે તેની રાખ ને કડવા તેલ માં મિક્ષ કરીને જ્યાં ખંજવાળ આવતી હોય તો લગાવાથી રાહત થાય છે.
૭) કુષ્ઠ રોગ :- આંકડા ના પાંદડા ને વાટીને રાયના તેલ માં મિક્ષ કરો. હવે આ મિશ્રણ ને કુષ્ઠ રોગ ના ઘા પર લગાવો. આનાથી ઘાવ જલ્દી સારો થઇ જશે.
૮) દાંત નો દર્દ :- જો તમને દાંત માં દર્દ હોય તો તમે આંકડા ના પાન નો ઉપયોગ કરો. આના ઉપયોગ થી તમને દાંત નો દુખાવો દુર થશે.
૯) પગ માં છાલા પડી ગયા હોય તો :– જો તમારા પગ માં છાલા પડી ગયા હોય તો આંકડા ના પાન ખુબજ ઉપયોગી સાબિત થશે.