આંખમાં બનાવ્યું ખતરનાક ટેટુ અને પછી જે થયું તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

અજબ-ગજબ

આજના યુગમા યુવાનો પર ઘણા પ્રકારના જુનુન સવાર હોય છે. જેમ કે સેલ્ફી અથવા મનોરંજન માટે ટિકટોક બનાવવા. જો કે કેટલાક લોકોના જીવનમાં આગળ વધવાનુ વલણ હોય છે. ઘણા લોકો પોતાના જીવનમા આવુ જુનુન મેળવે છે. જેમ આ છોકરી સાથે બન્યુ છે. આ છોકરીએ એક ટેટૂ બનાવ્યુ અને આ ટેટૂને લીધે તેની આંખનો પ્રકાશ ૩ અઠવાડિયા માટે ચાલ્યો ગયો હતો. આશ્ચર્ય ન થાવ કારણ કે તે આ છોકરી સાથે ખરેખર થયુ છે.

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમા રહેતી ૨૪ વર્ષીય અંબર લ્યુકને ટેટુ બનાવડાવાનુ જુનુન હતુ. આવી સ્થિતિમા તેણે પોતાના શરીર પર ૨૦૦ થી વધુ ટેટૂઝ કરાવ્યા છે. ટેટૂ બનાવવાની દુનિયામાં અંબરને ”ડ્રેગન ગર્લ” તરીકે ઓળખવામા આવે છે પરંતુ કદાચ અંબરને ખબર પણ નહીં હોય કે ટેટૂ પોતાના જીવન પર કેવી અસર પાડશે.

થોડા સમય પહેલા અંબરે પોતાની આંખોમાં ટેટૂ બનાવીને પોતાની આંખોને વાદળી રંગની બનાવવાનો નિર્ણય કર્યો. તેણે આ પણ કર્યું જેના કારણે તે આંધળી થઈ ગઈ. અંબેરે કહ્યું કે આંખોમાં ટેટૂ બનાડવુ એ સૌથી ભયંકર અનુભવ હતો. તે બનાવવા માટે ૪૦ મિનિટનો સમય લાગ્યો અને તે પછી તે ૩ અઠવાડિયા માટે અંધ રહી હતી.

અંબર કહે છે કે જ્યારે પોતાની આંખોમાં ટેટૂની શાહી લગાવામા આવી રહી હતી ત્યારે મને લાગ્યું કે જાણે કોઈએ મારી આંખોમા કાચના ૧૦ અણીદાર ટુકડાઓ મૂક્યા હોય. આ પ્રક્રિયા એક વર્ષમા ૪ વખત થાય છે. અત્યાર સુધી અંબેરે પોતાના શરીર પર ટેટુ બનાવડાવા માટે ૨૬ હજાર ડોલર એટલે કે ૧૮.૩૭ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

તે ખૂબ જ જોખમી છે. આમા થોડી ગડબડ છે અને તમારી દૃષ્ટિ હંમેશા માટે જઈ શકે છે. ૧૬ વર્ષની ઉંમરે પોતાના શરીર ઉપર ટેટૂ બનવવા માટે જુનુન હતુ. શસ્ત્રક્રિયા દ્વારા તમારા હોઠ અને આંખની ભમરમા પરિવર્તન પણ મેળવી શકો છો. જ્યારે અંબરની માતાએ તેને પ્રથમ વખત ટેટૂ બનાવડાવતી જોય ત્યારે તે રડી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *