Home હેલ્થ આયુર્વેદીક ચિકિત્સા કરાવતા પહેલા આટલું જરૂર જાણી લેજો, નહીંતર થશે ગંભીર નુકસાન..

આયુર્વેદીક ચિકિત્સા કરાવતા પહેલા આટલું જરૂર જાણી લેજો, નહીંતર થશે ગંભીર નુકસાન..

433

મોટા ભાગનાં લોકોમાં એક ઘર કરી ગયેલી માન્યતા છે, આયુર્વેદ એટલે ચુર્ણો, ઓષડીયાની ચિકિત્સા, ગમે ત્યારે ગમે તે પોતાની/ અન્યની સારવાર કરી શકે. નિષ્ણાંત કવોલિફાઈડ વૈદ્ય દ્વારા કરવામાં આવતી ચિકિત્સા એટલે આયુર્વેદ.

વિદેશીઓનાં આક્રમણ પહેલા અખંડ આર્યવર્ત (ભારતિય ઉપખંડ) આર્યનામથી વિએટનામ સુધી, અઢી લાખ જેટલી વિદ્યાલયો હતી. અને જેમાં આર્યવર્તની ઉદામ એજ્યુકેશન સિસ્ટમ હતી. તદુપરાંત. દેવાલય પરંપરામાં, ફાજલ સમયમાં, કેવળ સ્ત્રીઓ માટે, ચાલતાં વોકેશનલ જેવાં ૬૪ કલા-વિદ્યા કોર્સ.

તેમાં સાથે એક કોર્સ અને વિભાગ ચિકિત્સાનો હતો. જેમાં ઘરેલુ સારવાર માટે, જલ, વાયુ પ્રદેશ, અને ત્યાં ઊગતાં ધાન્ય, શાકભાજી, ફળ, ફુલો નો ઉપયોગ પાકશાસ્ત્રમાં કેવી રીતે આયુર્વેદનાં સિદ્ધાંત અનુસાર કરવો તેનું વિશદ પરંતુ વોકેશનલ અને પદ્યમ પ્રણાલી દ્વારા શિક્ષણ આપવાંમાં પ્રાથમિક શિક્ષણ આપવાંમાં આવતું હતું.

આગળ જતાં તે દાદીનું વૈદુ તરીકે પ્રચલિત થયું. તેમ મિડવાઈફરીઝ + પ્રસુતિશાસ્ત્રનું જ્ઞાન પણ આપવાંમાં આવતું હતું. (( અગાઉનાં લેખમાં ૬૪ વિદ્યા સ્ત્રીઓને શીખડાવવામાં આવતી હતી, તેની વિશદ યાત્રા કરી હતી)) આથી કહેવત બની સો શિક્ષક બરાબર માતા. જ્યાં માતાઓ જ અનેકોનેક વિષયોમાં પારંગત અથવા ઈંડેક્સ નોલેજ ધરાવતી હોય તો સ્વાભાવિક છે, સંતાનો વિદ્વાન બને !!!

વૈદ્ય થવાં માટે માત્ર વિશ્વવિદ્યાલય જ નહિ બલ્કે, તેની એલીમેંટરી સ્કુલ પણ અલગ હતી, તેમજ પરંપરા પણ હતી આપણાં આર્યવર્તમાં. સંદર્ભ ગ્રંથ પ્રતિશાખા.

સાત બ્રહ્માંડ ખોટાડા આવ્યાં અને આપણી શિક્ષણ વ્યવસ્થા પર એવડો મોટો પ્રહાર કર્યો કે આખુ ભારત હજુ સુધી નિરોગી નથી બની શક્યું. કોઈ દેશને ખતમ કરવો હોય તો તેની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાનો ખાતમો બોલાવવો.

ખંડીત થઈ ને આર્યવર્તમાં ભારત બની સ્વતંત્ર થયું, પરંતુ તેના લોહીમાંથી આયુર્વેદ ન ગયું ! અપભ્રંશ રૂપે સચવાય રહ્યું. આ જ્ઞાન દેવાલય પરંપરામાં તો હતું, ત્યાં બહુ ખાસ પ્રશ્ન ન આવ્યો, બાદ આયુર્વેદની વિદ્યાલયો– વિશ્વવિદ્યાલયોનું નવા રૂપે સ્વરૂપે ગઠન ચયન થયું.

નેટ યુગ પ્રસારનાં માધ્યમો બદલાયાં, જેમાં કોમ્યુટર તથા સ્માર્ટ ફોન આવતાં માહિતીઓની આપણે સરળ અને સુલભ બની. તેમ તેમાં ઠગ બજાર અને ચોરનાં માથા જેવી અનામી પોર્ટલ / વ્હોટ્સ એપ્પ પર પોસ્ટ (અનામી) લાખા ની વણઝાર કરતાં હજાર ગણી.

ફેસબૂક જેવાં માધ્યમ પર આયુર્વેદનાં નુસખા શોધવાં અનેકોનેક પ્રશ્નો (જેને આયુર્વેદ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી હોતો ) ની લંગાર વણઝાર ખડકી દ્યે છે.

કેટલીક ગાંઠે બાંધવા જેવી બાબતો.

૧ ) ગૃહ ચિકિત્સા માટે કોઈ ચિકિત્સા પ્રણાલી જવાબદાર ન હોય, તેમ તેમાંથી ઉદભવતી શંકા-કુશંકાના સમાધાન અન્યત્ર કયાંય જોવાં નહિ મળે.

૨ ) વિવિધ પોર્ટલમાં આવતાં આયુર્વેદ અંગેનાં અનામી લેખો પર વિશ્વાસ મુકવો તે ઘાતક છે. આવાં પોર્ટલોમાં આવતાં અનામી લેખ અંગે આયુસ મંત્રાલયને લીટરલી ફરિયાદ કરવી ઘટે.

૩) આયુર્વેદ સેવાનું કામ છે, અને મફત જેવી લેભાગુ બ્રાંડનાં અવતરણો ટાંકતા લોકો ને એટલું કહેવાનું, આપ અથવા આપનાં પરિવારમાંથી કેટલા લોકોએ સમાજની માનદ સેવા કરી છે??

૪ ) એક કવોલિફાઈડ વૈદ્ય થવાં માટે કેટલા વર્ષનું તપ કરવું પડે છે, તેનો આંકડો તપાસવો સાથે તેની પાછળ થતાં ખર્ચનો પણ આંકડો તપાસવો.

૫ ) આયુર્વેદમાં સાબીતી કે સાક્ષ્ય માંગતા વાંચકો, સહુ પહેલા તો તબીબી વિજ્ઞાન કે અન્ય વિજ્ઞાનની શાખામાં અનુસ્નાતક છે ?

૬ ) આયુર્વેદમાંથી જ યવનાની સોરી યુનાનિ ચિકિત્સા અવતરી છે, એ વાત સુપરે યાદ રાખવી, એ સિવાય ઈરાનની પારંપરીક ચિકિત્સા અને તેમાંથી હોમિયોપેથીનાં પગરણ….. આયુર્વેદ એક સંપૂર્ણ ચિકિત્સા છે. કોઈ વૈકલ્પિક સારવાર નથી.

જે આયુર્વેદકામિન છે, તેને આયુર્વેદનાં કવોલિફાઈડ વૈદ્ય પાસે જ સારવાર કરાવવી જોઈએ. અને નિરોગી રહેવા માટે અનામી પોર્ટલ/લેખ/ પોસ્ટનો ત્યાગ કરવો. તેમ આવી પોસ્ટ વ્હોટ્સ એપ્પ પર કોઈ મોકલે તો આગળ મોકલવાંને બદલે ડિલીટ કરવી.

લેખક:- ડો. હિતેષ એ. મોઢા