સૂર્યદેવના કારણે જ આખી પૃથ્વી પર પ્રકાશીત છે. સૂર્યદેવના કારણે જીવન શક્ય છે. કળિયુગના સમયમાં સૂર્ય દેવ જ એક માત્ર દૃશ્યમાન દેવતા છે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે, આ દિવસે તેમની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે.
રવિવારે સૂર્ય દેવની પૂજા કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત થાય છે. જેનાથી વ્યક્તિને શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જાણો સૂર્ય નારાયણના આશીર્વાદ મેળવવા રવિવારે શું કરવું જોઈએ.
જે લોકો તેમના માતાપિતા, ગુરુઓ અને વડીલોનો આદર કરે છે. તેમનાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે. અને સુખ અને સમૃદ્ધિ આપે છે. તેથી વ્યક્તિએ હંમેશા તેમનાથી મોટા વ્યક્તિનો આદર કરવો જોઈએ અને માતાપિતાની સેવા કરવી જોઈએ. આપણા માતા-પિતાના હૃદયને ક્યારેય દુ:ખ ન પહોંચાડવું જોઈએ.
સૂર્ય દેવને પ્રસન્ન કરવા અને કુંડળીમાં સૂર્ય ગ્રહને મજબૂત કરવાનો સૌથી સરળ ઉપાય એચે કે, સૂર્યદેવને જળ ચડાવવું. જે લોકો નિયમિત અથવા દર રવિવારે સૂર્ય દેવને જળ ચડાવે છે, તેમના જીવનમાંથી ગરીબી દૂર થાય છે. રવિવારે સવારે પાણીમાં થોડો ગોળ ભેળવીને સૂર્ય દેવને આ પાણી અર્પણ કરવું જોઈએ.
રવિવારે આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ પાઠ કરવાથી, તમારા તમામ પ્રકારના દુઃખો અને રોગો દૂર થાય છે. ઉગતા સૂર્ય દેવની સમક્ષ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
જો તમારા કામમાં અવરોધો આવે છે, તો સૂર્ય દેવની પૂજામાં લાલ અથવા સફેદ કમળના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્ય ગ્રહને મજબૂત બનાવવા માટે રવિવારે ઉપવાસ કરવો જોઈએ. આનાથી તમારા માન-સન્માનમાં વધારો થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.