જ્યારે ઇન્સ્યુલિન શરીરના સ્વાદુપિંડ સુધી પહોંચતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાનું શરૂ થાય છે. મેડિકલ ભાષામાં તેને ડાયાબિટીઝ કહેવામાં આવે છે. તે એક મેટાબોલિક રોગ છે જે થોડા સમય પછી હૃદય, લોહીના કોષો, આંખો, કિડની અને ચેતાને નષ્ટ કરી દે છે. ડબ્લ્યુએચઓના અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં 42 કરોડથી વધુ લોકો આ ભયંકર રોગથી પીડાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, જો તમારા શરીરમાં આ 7 લક્ષણો હોય તો તમને ડાયાબિટીઝનો રોગ હોઈ શકે છે.
ખૂબ જ તરસ લાગવી એ ડાયાબિટીસનું એક લક્ષણ છે. વધારે પાણી પીવા છતાં તમારી તરસ છીપતી નથી. લોહીમાં શુગરની માત્રા વધારે હોવાથી કિડન પર પાણીનું વધારે દબાણ આવે છે. જો કિડની ઝડપથી કામ ન કરે તો શરીરમાં યુરિન વધી જાય છે અને જેથી તમને વારંવાર પેશાબ લાગે છે. આનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા પણ વધી શકે છે. જો તમને વધારે તરસ લાગે છે અને તમે વારંવાર બાથરૂમ જાવ છો, તો તમારે ડાયાબિટીઝનો રિપોર્ટ કરવવો જોઈએ.
લોહીમાં સુગર લેવલ વધવાને કારણે ઇજા અથવા ઘા ઝડપથી મટતા નથી. આટલું જ નહીં, શરીર પરનો એક નાનો ડાઘ પણ ઝડપથી મટાડતો નથી. તમને કોઈ કામ કરતી વખતે ચપ્પુ કે અન્ય વસ્તુ વાગી જાય તો, તે લાંબા સમય સુધી મટતું નથી તો તમારે ડાયાબિટીસ ચેક કરાવી જોઈએ ડાયાબિટીઝના દર્દીઓને આવી સમસ્યા થાય છે.
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી ચેતાઓને પણ નુકસાન થાય છે. મેડિકલ ભાષામાં, આ સમસ્યાને ‘પેરિફેરલ ડાયાબિટીક ન્યુરોપૈથી’ કહેવામાં આવે છે. પગમાં સોય અથવા પિન વાગી હોય એવી ઝણઝણાહટ થાય છે. કેટલાક લોકોને એવું લાગે છે કે, જાણે તેઓ પથ્થર પર ચાલતા હોય. જો તમારી પણ આ સ્થિતિ છે, તો તમને ડાયાબિટીઝ હોઈ શકે, તેથી તરત જ ડોક્ટરની સલાહ લો.
ડાયાબિટીઝ વાળા દર્દીઓમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનને લગતી સમસ્યાઓ જોવા મળે છે. તબીબી ભાષામાં તેને બૈલેનાઇટિસ કહેવામાં આવે છે. એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. હોમ્સ વોકર કહે છે કે, જો તમને શિશ્નમાં સોજો અથવા દુખાવાની સમસ્યા હોય તો ડાયાબિટીઝની સમસ્યા હોઈ શકે છે.
ડાયાબિટીઝ રોગ વ્યક્તિના મગજને પણ અસર કરે છે. તમે તેને મૂડ ડિસૉર્ડર પણ કહી શકો છો. એક રિપોર્ટ પ્રમાણે ડાયાબિટીઝના ચાર દર્દીઓમાંથી એક દર્દીમાં ડિપ્રેશનની સમસ્યા હોય છે, જ્યારે છ દર્દીઓમાંથી એક દર્દીને એન્જાઈટની સમસ્યા હોય છે. માનસિક માનસિક સંતુલન માટે લોહીમાં સુગર લેવલની માત્રામાં સંતુલન હોવું ખૂબ મહત્વનું છે.
શું તમે જાણો છો કે, ડાયાબિટીઝ વ્યક્તિની આંખોને પણ નુકસાન પહોંચાડે છે. હાઈ બ્લડ ગ્લુકોઝ આંખોના રેટિનામાં હાજર રક્તકણોને નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિમાં, વ્યક્તિની આંખોમાં કાળા રંગના ટપકાઓ થઈ જાય છે અથવા અસ્પષ્ટ દેખાય છે.
ડૉ. હોમ્સ વોકર કહે છે કે, સામાન્ય વ્યક્તિ ડાયાબિટીઝના દર્દીઓમાં ‘પિરિઓડૉન્ટિટિસ’ થવાની સંભાવના ત્રણ ગણી વધારે હોય છે. આ એક એવી સમસ્યા છે કે, જેમાં દાંતના પેઢામાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે અને દાંત સડી જાય છે. દાંતમાં દુખાવો થવો એ પણ ડાયાબિટીઝ એક લક્ષણ છે. આવા લોકોએ ડાયાબિટીઝના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.